Entertainment

KBC-14માં અમિતાભ બચ્ચને ઘૂંટણીયે બેસી કર્યું આ કામ, કરોડો ચાહકો બન્યા દિવાના

નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ખરેખર શહેનશાહ છે. અમિતાભ તેમના વાસ્તવિક જીવનમાં ખૂબ જ સરળ અને દયાળુ વ્યક્તિતવ ધરાવે છે. અમિતાભે પોતાના શો (Show) કૌન બનેગા કરોડપતિમાં (Kaun Banega Crorepati) સ્પર્ધકો સાથે ખૂબ જ મસ્તી કરી છે. તેમની સાથે ઘણી રસપ્રદ વાતો પણ શેર કરે છે. હાલ કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બાળકો (Children) સાથે શોમાં ધમાલ મચાવી રહ્યા છે.

કેબીસીના મંચ પર અમિતાભ બચ્ચનની અનોખી સ્ટાઈલ
કૌન બનેગા કરોડપતિ જુનિયર શોમાં, ઘણા પ્રતિભાશાળી બાળકો અમિતાભને તેમના જ્ઞાન અને તોફાની શૈલીથી પ્રભાવિત કરી રહ્યા છે. ત્યારે શોમાં મહાનાયક અમિતાભ પણ બાળકો સાથે ખૂબ જ પ્રેમાળ અને તોફાની રીતે મસ્તી કરતા જોવા મળે છે. હવે અમિતાભ બચ્ચને શોમાં એક બાળકને શૂઝ પહેરવામાં મદદ કરી હતી. મહાનાયકે સ્પર્ધકને શૂઝ પહેરાવતા જોવું એ પોતાનામાં મોટી વાત છે. લોકો અમિતાભની સાદગીના પ્રશંસક બની ગયા. તેમના સ્વાભવ અને પર્સાનાલિટીના જોરદાર વખાણ થઈ રહ્યા છે.

હોટ સીટ પરથી ઉતરી શૂઝ પહેરાવવા ઘૂંટણે પડ્યા મહાનાયક
KBCના લેટેસ્ટ એપિસોડમાં 9 વર્ષીય અંશુમન પાઠક સૌથી ઝડપી ફિંગર ફર્સ્ટ રાઉન્ડ જીતીને હોટ સીટ પર પહોંચ્યો હતો. અંશુમને અમિતાભ સાથે ઘણી વાતો કરી. તેણે બિગ બીને કહ્યું કે તે મોટા થઈને વીડિયો ગેમ ડેવલપર બનવા માંગે છે. ગેમ રમવાની સાથે, 9 વર્ષીય અંશુમન બિગ બીને કહે છે કે તે તેના શૂઝ ઉતારી શ્લોક બોલવા માંગે છે. અંશુમનની આ વાત અમિતાભ બચ્ચન પ્રભાવિત થઈ જાય છે. શ્લોક વાંચ્યા બાદ અમિતાભ બચ્ચન અંશુમનને શૂઝ પહેરવામાં મદદ કરે છે. અમિતાભ પોતાની સીટ પરથી નીચે ઉતરે છે અને જમીન પર ઘૂંટણ પર બેસીને અંશુમનને શૂઝ પહેરવામાં મદદ કરે છે. ત્યારે અંશુમન અમિતાભને કહે છે કે તે જાતે શૂઢ પહેરી દેશે, પણ ત્યારે મહાનાયક તેના વખણા કરતા કહે છે કે તે જીનિયસ છે, તેથી તેને જૂતા પહેરવામાં મદદ કરી રહ્યો છે.

અમિતાભે પોતાનું સિક્રેટ શેર કર્યું
અંશુમન સાથે વાત કરતી વખતે અમિતાભે તેમનું એક ફની સિક્રેટ પણ જણાવ્યું હતું. બિગ બીએ કહ્યું કે તેઓ ચૉપસ્ટિક્સથી નૂડલ્સ ખાઈ શકતા નથી. જ્યારે પણ તે આવું કરવાનો પ્રયાસ કરે છે ત્યારે નૂડલ્સ નીચે પડી જાય છે. અમિતાભે કહ્યું કે જ્યારે પણ તેઓ રેસ્ટોરન્ટમાં નૂડલ્સ ખાય છે તો તે ખૂબ જ શરમ અનુભવાય છે. જો કે, અમિતાભે ખુલાસો કર્યો કે તેમણે હવે નૂડલ્સ તોડવાનું શરૂ કર્યું છે અને પછી તેને ચમચી અને કાંટા ચમચી વડે ખાવાનું શરૂ કર્યું છે.

Most Popular

To Top