National

કર્ણાટક: પ્રેમ સબંધની જાણ થતા પિતાએ જ દિકરીના ગંદા વીડિયો વાયરલ કર્યા, પછી થયુ આવું

નવી દિલ્હી: કર્ણાટક (Karnataka) પોલીસે આજે શનિવારે એક ચોંકાવનારી માહિતી શેર કરી હતી. જે મુજબ એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ફરિયાદમાં ઉલ્લેખાયેલો મામલો ખુબ જ ચોંકાવનારો હતો. અસલમાં મહિલાએ પોતાના પતિ ઉપર તેમની 18 વર્ષની પુત્રીના ખાનગી વીડિયો (Private Videos) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ (Viral) કરવા બદલ ફરિયાદ (Case) નોંધાવી હતી.

કર્ણાટક પોલીસના જણાવ્યા પ્રમાણે કર્ણાટકના એક પરિવારમાં ખુબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. અહીં, પોતાની 18 વર્ષની વ્હાલસોયી દિકરીના પોતાના જ સબંધી સાથેના પ્રેમ સબંધની જાણ પિતાને થઇ હતી. ત્યારે દિકરીની પ્રેમ સબંધની જાણ થયા બાદ નિર્દયી પિતાએ પોતાની જ દિકરીને બે આબરુ કરી હતી. અસલમાં પિતાએ પોતાની દિકરીના અભદ્ર વીડિયો સોશિયલ મીડિયા ઉપર ફરતા કર્યા હતા. ત્યારે બનાવ બન્યા બાદ માતાએ મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.

આ મામલે પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ પિતાના પગલા બાદ પુત્રીએ કથિત રીતે ઝેરી ફિનાઈલ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યાર બાદ યુવતીને ઉડુપી શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણીની હાલત ખુબ નાજુક હોવાનું પણ કહેવાય છે.

દીકરીના પ્રેમસંબંધથી પિતા ખુશ ન હતા
ફરિયાદ મુજબ યુવતીના પિતા પોતાની પુત્રીથી ખુશ ન હતા કારણ કે તેણી કથિત રીતે એક સંબંધી સાથે પ્રેમમાં હતી. તેમજ દિકરીએ પોતાના બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો હતો. ત્યારે પિતાએ દિકરીના બોયફ્રેન્ડ સાથે મારપીટ કરી હતી અને તેના ફોનમાંથી દિકરીના તમામ ખાનગી વીડિયો અને તસવીરો બળજબરીથી ડાઉનલોડ કરી અને કથિત રીતે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.

યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
વીડીયો વાઇરલ થયા બાદ આરોપી પિતાએ પોતાની પુત્રી અને પત્ની બંનેને કથિત રીતે માર માર્યો હતો, જેથી બંને મા-દિકરી ઘાયલ થયા હતા. પરંતુ વાયરલ વીડિયોને કારણે થયેલી અકળામણને યુવતી સહન ન કરી શકી અને યુવતીએ શુક્રવારે કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છોકરીની માતાએ ઉડુપીના CEN પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ હાલ આ મામલે તપાસ ચાલુ છે.

Most Popular

To Top