નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) ઉડુપી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઘટના શનિવારે રાત્રે બની હતી. કર્ણાટકના તૃપ્તિ નગરમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ (Died Body) તેમના ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગયો હતો. પાડોશીઓએ ચીસો સાંભડતા પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે (Police) વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોની ઓળખ હસીના ઉં.વર્ષ-48, અફનાન ઉં.વર્ષ-23, અયનાઝ ઉં.વર્ષ-21 અને આસિમ ઉં.વર્ષ-14 તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે. પરંતુ આ મામલામાં મર્ડર થયું હોવાનું કહી શકાય છે. ઉડુપીના એસપી ડૉ. અરુણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને માલપે પોલીસની પ્રાથમિક તપાસ મેળવ્યો હતો. ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો અને ડોગ સ્કવોડ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
વધુમાં ડૉ કે અરુણે જણાવ્યું કે ધરના ચારેય સભ્યોની હત્યા ચાકુ મારીને કરવામાં આવી હતી. હત્યાનું કારણ જાણવા તપાસ ચાલુ છે. પરંતુ ઘરમાંથી કોઈ કિંમતી સામાનની ચોરી થઈ નથી. પોલીસ દ્વારા તમામ એંગલથી તપાસ હાથ ધરવામાં આવશે.
પ્રાથમિક તપાસ મુજબ ઉડુપી એસપીએ જણાવ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ આવીને માતા અને ત્રણ પુત્રોની હત્યા કરી નાખી. હત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી, પોલીસ તમામ પાસાઓથી કેસની તપાસ કરી રહી છે. ઘરમાંથી કોઈ સોનું કે રોકડની ચોરી થઈ નથી. માલપે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ઉડુપીના પોલીસ અધિક્ષકે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ હતુ કે “આજે નેજર ગામ પાસે ચાર લોકોની હત્યા કરવામાં આવી છે. હસીના અને તેના ત્રણ બાળકોને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પ્રારંભિક તપાસમાં હત્યા પાછળનુ કારણ વ્યક્તિગત દુશ્મનાવટ સૂચવે છે, પરંતુ તેની પુષ્ટિ કરવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ એ પણ નોંધ્યું હતું કે ઘરમાંથી કોઈ કિંમતી ચીજવસ્તુઓ ગુમ થઈ નથી, જે લૂંટ સિવાયના અન્ય કારણ તરફ ઈશારો કરે છે.”
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે ‘અમને સવારે 10 વાગ્યે પડોશીઓ પાસેથી માહિતી મળી કે તેમણે પીડિતોની ચીસો અને બૂમો સાંભળી છે. માટે અમે તપાસ કરી રહ્યા છીએ કે હત્યારાને માતા કે બાળકો સાથે કોઈ દુશ્મનાવટ હતી કે કેમ?‘