પલસાણા (Palsana) : પલસાણા તાલુકાના કડોદરાની (Kadodara) શ્રીનિવાસી ગ્રીનસિટીમાં આવેલ ઓપેરા સ્ક્વેરમાં બિલ્ડીંગનું મેંટેનન્સ (Maintenance) મીટર (Meter) ચાલુ કરવા બાબતે એક રહીશને બિલ્ડીંગમાં રહેતા પિતા પુત્ર સહિત પાંચ જણાએ માર મારતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. કડોદરા જીઆઇડીસી પોલીસે (PoliceComplaint) પાંચ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના બકચી ગામના રણવિજય રાજનાથ યાદવ છેલ્લાં બે વર્ષથી તેની પત્ની શશીકલાબેન અને સંતાનો સાથે રહી લોર્ડ ક્રિષ્ના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે.
ગત 24-1-2024ના રોજ રાત્રિના 11 વાગ્યે પત્ની શશિકલાએ ઘરમાં પાણી આવતું ન હોવાનું જણાવતા રણવિજય બિલ્ડીંગના ગ્રાઉંડ ફ્લોર પર આવેલ મેંટેનન્સ મીટર ચાલુ કરવા ગયો હતો, મીટર ચાલુ કરતી વખતે તેને બિલ્ડીંગમાં રહેતા ઉમાશંકર મુરલીધર સરોજ અને તણો પુત્ર મિથિલેશ ઉમાશંકર સરોજે જોઈ લેતા તેઓ તેની પાસે આવીને નાલાયક ગાળો આપવા લાગ્યા હતા.
આમ ન કરવાનું કહેતા ઉમાશંકર અને મિથિલેશ ઉશ્કેરાઈ ગયા હતા અને રણવિજયને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા. આ સમયે અન્ય રહીશો મનીલ અર્જુન રાણા, રમેશકુમાર ત્રિવેણી પ્રસાદ ગોંડ અને જવાહરલાલ સોનુલાલ જેસવાલ ત્યાં આવી તેઓએ પણ રણવિજયને માર મારી નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દરમ્યાન અન્ય રહીશોએ આવીને રણવિજયને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ અંગે રણવિજયે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ઉમાશંકર મુરલીધર સરોજ, મિથિલેશ ઉમાશંકર સરોજ, મનીલ અર્જુન રાણા, રમેશ ત્રિવેણી પ્રસાદ ગોંડ અને જવાહરલાલ સોનુલાલ જેસવાલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.