સંતરામપુર : કડાણા ડેમમાં દિવસે દિવસે પાણી ઘટી રહ્યું છે, હાલમાં પણ ડેમની સપાટી ઘટીને 392 ફુટ અને 11 ઇંચ જોવા મળી રહી છે. ડેમમાં આવક સામે જાવક વધી રહી છે, તેમાંય હવે પાણીની અછતના કારણે ચારમાંથી ત્રણ વિજયુનિટ બંધ પડ્યાં છે. કડાણા ડેમમાં હાલ પાણીની આવક માત્ર 200 કયુસેક છે, બંધમાં રવિવારે સવારે દસ વાગે પાણીની સપાટી 392 ફુટ 11 ઈંચ જોવા મળી હતી. કડાણા બંધમાંથી હાલ માત્ર કડાણા ડાબા કાંઠા મુખ્ય નહેરમાં જ 350 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. જયારે જમણાં કાંઠા નહેર અને સુજલામ સુફલામ નહેર, દાહોદ પાઈપ લાઈનમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટમાં વીજ ઉત્પાદન થાય તે માટે કડાણા બંધમાંથી સાત કલાક પાણી દર કલાકે 5100 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. આમ કડાણા બંધમાંથી 24 કલાકમાંથી સાત કલાક પાણી છોડાઈ રહ્યું છે અને કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટના વિજ ઉત્પાદન માટેના ચાર વીજ યુનિટો પૈકી હાલ માત્ર એકજ વિજયુનિટ વીજ ઉત્પન્ન થઇ રહ્યું છે.
કડાણા ડેમમાં પાણી ઘટતા ત્રણ વિજયુનિટ ઠપ્પ થયાં
By
Posted on