SURAT

સુરતમાં ત્રણ જ દિવસમાં હોસ્પિ.માં દાખલ દર્દીની સંખ્યા બમણી: થેન્નારાસન

સુરત : શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે અફરાતફરીનો માહોલ છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે સારવારની વધુમાં વધુ સવલતો ઉપલબ્ધ થાય એ માટે તંત્ર સતત દોડી રહ્યું હોવાની માહિતી રાજ્ય સરકારે વિશેષ ફરજ પર મૂકેલા આઇએએસ એમ.થેન્નારાશનને આપી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચિંતાની વાત તો એ છે કે, હજુ માત્ર ત્રણ દિવસ પહેલાં રોજના 100થી 150 દર્દીને દાખલ કરવા પડતા હતા, તે વધીને હવે 300થી 325 થઇ ગયા છે. તેમાં પણ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી તંત્ર દ્વારા ઓક્સિજનની સુવિધાવાળા બેડ વધારવા માટે કવાયત હાથ ધરાઈ છે.
જેના ભાગરૂપે હવે શહેરની 51 ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરી 50 ટકા બેડ રિઝર્વ રાખવા સૂચના અપાઇ છે. તેથી લગભગ 1100 જેટલા બેડ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત હાલમાં જે વ્યવસ્થા થઇ છે તેમાં 1800 ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ થયા છે. તેમાં 400 સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ કેર સેન્ટરમાં, 800 બેડ સિવિલ સ્થિત કિડની હોસ્પિટલમાં, 115 સ્મીમેર હોસ્પિટલમાં તેમજ અલથાણ અને ભટારના નાઇટ શેલ્ટર હોમમાં મળી 200 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરમાં વેન્ટિલેટરની સુવિધા બાબતે માહિતી આપતાં થેન્નારાશને જણાવ્યું હતું કે, શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળી 750 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે નવાં 500 વેન્ટિલેટર ખરીદવા માટેનું આયોજન થઇ રહ્યું છે.

કોરોનાને કાબૂમાં લેવા ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર ફોકસ
એમ.થેન્નારાશને જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે હોસ્પિટલોમાં બેડની કેપેસિટી વધારવા ઉપરાંત વેક્સિનેશન અને ટેસ્ટિંગ વધારવા પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. રોજના એક લાખ લોકોને વેક્સિન મૂકી શકાય તેવી વ્યવસ્થા સુરત મનપા પાસે છે. જ્યારે રોજના 30 હજારથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. મનપાને બુધવારે 1 લાખ ટેસ્ટિંગ કિટનો વધારાનો જથ્થો મળી ચૂક્યો છે. આરટીપીસીઆર ટેસ્ટ વધારવા સૂચના અપાઇ છે. જો કોરોનાનાં લક્ષણો હોય છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો આરટીપીસીઆર કરાવી લેવા પણ તાકીદ કરવામાં આવી રહી છે.

અખબારના અહેવાલમાં દાવો કરાયો છે કે, સુરત(Surat)માં દરરોજ સરેરાશ 240 લોકોના મોત થઈ રહ્યા હોવાના ચોંકાવનારા આંકડાથી ખળભળાટ મચી ગયો છે. સુરતના સ્મશાનોમાં વેઇટિંગ છે. સુરતથી લાશો અંતિમવિધિ માટે બોરડોલી લઈ જવી પડી રહી છે. શહેરના અશ્વીનકુમાર સ્મશાન (Ashwinkumar Smashan)માં સરેરાશ 112 અગ્નિસંસ્કાર થાય છે. કુરુક્ષેત્ર (Kurukshetra Smashan)માં 75 અને ઉમરા સ્મશાન (Umara Smashan)માં 53 કોવિડ અને નોન-કોવિડ મૃતકોના અંતિમ સંસ્કાર થાય છે. 

સ્મશાન ગૃહોમાં લાંબી લાઇનો લાગતાં ટોકન શરૂ કરાયા છે. પહેલા દિવસે બારડોલીમાં 6 મૃતકોની અંતિમવિધિ કરાઈ છે. ઘરે સારવાર લેનારા દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થયો છે. જેમના અંતિમ સંસ્કાર કોવિડ પ્રોટોકોલ પ્રમાણે થતા નથી

Most Popular

To Top