કુપવાડા: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીંના કુપવાડામાં સુરક્ષાદળોએ (Security forces) ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા 6 આતંકવાદીઓને છેલ્લાં 24 કલાકમાં ઠાર માર્યા છે. તેમજ સુરક્ષાદળોને આતંકવાદીઓ (Terrorists) પાસેથી હથિયારો અને દારૂગોળો (Ammunition) સહિતની ગુનાહિત સામગ્રીઓ પણ શોધી કાઢી છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડાના જુમાગુંડ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.
મળતી માહિતી અનુસાર, સુરક્ષાદળોએ પહેલા આતંકવાદીઓની ઘેરાબંધી કરી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ એ ત્રણ આતંવાદીઓને એન્કાઉન્ટરમાં માર્યા હતા. ભારતીય સુરક્ષાદળો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં 6 આતંક્વાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. તેમજ આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય સુરક્ષાદળોએ 22 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરી દીધા છે.
પોલીસને આતંવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસ કરવા અંગે ગુપ્ત માહિતી મળી હતી
આતંક્વદીઓને ઠાર કરવા અંગે જણાવતા આઈજીપી કાશ્મીરે કહ્યું હતું કે માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા હતા. તેમજ હાલમાં તેમની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસને કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ કરવા અંગે ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે સેના અને પોલીસે આતંકીઓને રોક્યા હતા. પરંતુ આ એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ થઇ હતી અને તેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.
માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા
અગાઉ પણ ગઈકાલે એટલે કે બુધવારે ઉત્તર કાશ્મીરના શ્રીનગરના બારામુલ્લા જિલ્લાના કારીરી વિસ્તારમાં પણ સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાન પણ શહીદ થયા હતા. શ્રીનગરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. કારણ કે આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યા હતા. આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગુલમર્ગના પહાડી વિસ્તારમાં સક્રિય છે. તેથી સેના અને પોલીસ તેમના પર સતત નજર રાખી રહી છે.
આ હુમલા પાછળ એક નવો આતંકવાદી છે
શ્રીનગરના શૌરા વિસ્તારમાં થયેલા હુમલામાં એક પોલીસકર્મીના મૃત્યુ અને તેની પુત્રીની ઈજા અંગેના જણાવતા અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં લશ્કર-એ-તૈયબાના બે સ્થાનિક આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. જેઓ આદિલ, ગાંદરબલના રહેવાસી છે અને લશ્કરના સ્થાનિક કમાન્ડર છે. ઉપરાંત અધિકારીના જણવ્યા અનુસાર, આ હુમલા પાછળ એક નવો આતંકવાદી છે. જેની તેઓ ઝડપથી ઓળખાણ કરીને તેને ટૂંક સમયમાં મારી નાખશે. તેમજ હુમલામાં ઘાયલ પોલીસકર્મીની પુત્રીની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.