નવસારી : જમાલપોરમાં (Jamalpore) નીલકંઠ એપાર્ટમેન્ટનું ખાળકુવાનું ગંદુ પાણી (sullage) બહાર આવતા પાલિકાએ (Municipality) પીવાનું અને વપરાશનું પાણી (water) આપવાનું બંધ કરી દેતા એપાર્ટમેન્ટના રહીશો પાલિકાએ મોરચો લઈ પહોચતા પાણી ચાલુ કરાવવાનું માંગ (Demand) કરી છે સાથે જ 4 દિવસ પાણી બંધ રહેતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ કચેરી ખાતે પહોંચી પાલિકાના વડાને લેખિતમાં રજૂઆત કરી હતી.
સ્થાનિકોઅ પાલિકા કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
જમાલપોરમાં નીલકંઠ એપાર્ટમેન્ટનું ખાળકુવાનું ગંદુ પાણી બહાર નીકળી ક્રિષ્ના બંગ્લોઝના આવવા-જવાના રસ્તાઓ પર ભરાઈ રહેતું હતું. જેથી ક્રિષ્ના બંગ્લોઝના રહીશોએ ખાળકુવામાંથી બહાર આવતા પાણીને રોકવા માટેની માંગ કરી નવસારી-વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેથી નગરપાલિકાએ નીલકંઠ એપાર્ટમેન્ટનું પીવાનું અને વપરાશનું પાણી આપવાનું બંધ કરી દીધું હતું. છેલ્લા 4 દિવસથી પાલિકા દ્વારા પાણી આપવામાં નહીં આવતા નીલકંઠ એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા હતા. અને આજે એપાર્ટમેન્ટના રહીશો નગરપાલિકાએ મોરચો લઈ પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી પાણી ચાલુ કરવાની માંગ કરી છે.
- બિલ્ડરોએ એપાર્ટમેન્ટનું ડ્રેનેજ કનેક્શન વરસાદી ગટરમાં આપ્યું હતું !
નીલકંઠ એપાર્ટમેન્ટના બિલ્ડરોએ એપાર્ટમેન્ટ બાંધતા સમયે ડ્રેનેજનું કનેક્શન મેઈન રોડ પર આવેલી વરસાદી ગટરમાં જોઈન્ટ કરી હતી. જે વરસાદી ગટર આર.એન.બી. દ્વારા રસ્તાનું ડીમોલેશન થતા ગટર બંધ કરી દેવાતા ડ્રેનેજનું ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. - ડ્રેનેજ લાઈન પાલિકા ગ્રાન્ટમાંથી કે લોક ભાગીદારીથી નાંખવા માંગ
નીલકંઠ એપાર્ટમેન્ટની ડ્રેનેજ લાઈનનું કનેક્શન વરસાદી ગટરમાં આપ્યું હતું. જે વરસાદી ગટર હાલ બંધ કરી દેતા નીલકંઠ એપાર્ટમેન્ટનું ખાળકુવાનું ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. જેથી એપાર્ટમેન્ટના રહીશોએ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી કે લોક ભાગીદારીથી બિલ્ડીંગની ડ્રેનેજ લાઈન નાંખવા માટેની માંગ કરી છે. - જમાલપોરના દરેક વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ છે : રહીશો
નીલકંઠ એપાર્ટમેન્ટના રહીશોએ જણાવ્યું હતું કે, એમ જ્યારે નીલકંઠ એપાર્ટમેન્ટમાં ફ્લેટો ખરીદ્યા ત્યારે એપાર્ટમેન્ટની ડ્રેનેજ લાઈનનું કનેક્શન વરસાદી ગટરમાં આપવામાં આવ્યું છે તેની અમને જાણ ન હતી. જમાલપોરના દરેક વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે.