ઈરાન: ઈરાન(Iran)માં હિંસા અટકવાનું નામ નથી લઇ રહ્યું. હવે ઝહેદાન (Zahedan) શહેરમાં 15 વર્ષની બલૂચ છોકરી પર બળાત્કાર(Rap)ની ઘટના સામે વિરોધ(Protest) પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમને રોકવા માટે પોલીસે ગોળીબાર(Firing) કર્યો હતો. જેમાં 36 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટનાના પગલે રોષે ભરાયેલા લોકોએ સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોને આગ લગાવી હતી. શુક્રવારની નમાજ બાદ બલૂચ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો હતો.
પોલીસ પર બળાત્કારનો આરોપ
ઈસ્લામિક સરકારના દમનકારી વલણ બાદ ઈરાનની હિજાબ વિરોધી ચળવળ હિંસક બની ગઈ છે. ત્યારે બલૂચિસ્તાનમાં 15 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બાદ ત્યાંના લોકો હિંસક બની ગયા છે. આરોપ છે કે પોલીસ કમાન્ડર તેને પોતાની ઓફિસમાં લઈ ગયો અને આ છોકરી પર બળાત્કાર કર્યો હતો. ઈરાનના દક્ષિણ-પૂર્વ સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતોમાં સુન્ની બલોચ વસ્તી રહે છે. આરોપી કમાન્ડરનું નામ કર્નલ ઈબ્રાહિમ ખુચકઝઈ છે. તે શિયા મુસ્લિમ છે. પીડિત યુવતી સુન્ની છે. શુક્રવારે બલૂચ સમુદાયના નેતાઓએ આ ઘટનાના વિરોધમાં આહ્વાન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન બલોચ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેહદાન શહેરનો મોટો હિસ્સો પ્રદર્શનકારીઓના નિયંત્રણમાં છે. આ દરમિયાન પોલીસ સ્ટેશનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
એક સપ્ટેમ્બરની ઘટના
ઈરાની મીડિયાના અહેવાલ મુજબ આ ઘટના 1 સપ્ટેમ્બરની છે. યુવતી ઘરે પરત આવી અને તેની માતાને આ અંગે જણાવ્યું. મામલાને દબાવવા માટે, સુરક્ષા દળોએ પીડિતાના ત્રણ સંબંધીઓનું અપહરણ કર્યું અને પીડિતાના પરિવારને બાળકીને કંઈ થયું નથી તેવું નિવેદન આપવા દબાણ કર્યું. પીડિતાના પરિવાર પર ફરિયાદ ન નોંધવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. જો કે, ભારે દબાણ હોવા છતાં, પીડિતાના પરિવારે બળાત્કારના આરોપો છોડ્યા ન હતા. ચાબહારમાં પોલીસ કમાન્ડર કર્નલ ઈબ્રાહિમ ખુચકઝાઈ હત્યાના કેસની તપાસ કરી રહ્યા હતા. પીડિતા હત્યા કરાયેલ મહિલાના પાડોશીની પુત્રી છે. કમાન્ડરે આ છોકરીને પૂછપરછ માટે ઓફિસમાં બોલાવી અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો.
હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર માર્યો ગયો
સ્થાનિક મીડિયા અનુસાર, આંદોલનકારીઓ ઝહેદાન શહેરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ ગોળીબાર કર્યો હતો. આ પછી આંદોલનકારીઓ તરફથી ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. આ અથડામણમાં અલી મૌસવીને આંદોલનકારીઓએ ગોળી મારી દીધી હતી. મૌસવીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મોત થઈ ગયું. વિરોધ અને હિંસા બાદ સરકારે ઝાહેદાનમાં ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. અન્ય બલૂચ વસ્તીવાળા શહેરોમાં પણ દેખાવો થયા છે. સરકારી કચેરીઓ સળગાવવાના અહેવાલો પણ સામે આવ્યા છે.