તન, મન, ધનથી સુખી અને સમૃદ્ધ હોવ તો સમગ્ર વિશ્વમાં કશે પણ હરવા ફરવા નહીં જઈ ધન્યતા અનુભવવા ચાર ધામની જાત્રાએ ઉત્તરમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દક્ષિણમાં રામેશ્વરમ (તમિલનાડુ), પૂર્વમાં જગન્નાથપુરી (ઓડિશા) ને પશ્ચિમમાં દ્વારકા (ગુજરાત) ખાતે છે ત્યાં જરૂરથી જજો અને / અથવા વૈભવ હોય અને શરીર કામ કરતું હોય તો વૈકલ્પિક સગવડ રૂપે ભગવાન શંકરનાં બાર શુભ અને પવિત્ર સ્થળો ઉપર સ્વયંભૂ જ્યોતિલિંગ પ્રગટ થયાં છે તેમાં સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથનો સમાવિષ્ટ થાય છે એ વિકલ્પે રખે ચૂકતા નહીં!
અલબત જીવનમાં વસવસો યા ડખો રહી નહીં જાય એ માટે કોઈ ધાર્મિક બાધ નહીં નડતો હોય તો અત્રે દર્શાવેલ રાવણનાં ચાર મંદિરો પણ જોવા લાયક ખરા! કેમ કે રાવણ મહાન જ્ઞાની અને શક્તિશાળી યોદ્ધા હતો, અલબત રાવણ નહીં હોત તો સીતાહરણ અને મહાયુદ્ધ નહિ થાત અને રામાયણ નહિ રચાતે, એટલું જ નહીં રામાયણની પણ રામાયણ નહિ સરજાતે! અત્રે ઉલ્લેખનીય અને નોંધકીય એ છે કે,રામાયણ એક દંત કથા યા મહાકાવ્ય અને કાલ્પનિક હોવાનો દાવો થઇ રહેલો છે! ખેર, મૂળે અને મુદ્દે…!આમ રાવણને કારણે અને પગલે ભગવાન શ્રી રામ ઓળખાય અને પૂજાય છે! અલબત, ધરોહર અને વિરાસત સમાન રાવણ મંદિરોમાં…!કાનપુરનું દશાનન મંદિર!,રાજસ્થાનના જોધપુરમાં રાવણનું મંદિર!,વિદિશાનું રાવણ મંદિર! અને ઉત્તર પ્રદેશના બિસરખમાં રાવણ મંદિર! એ જોવા અને માણવા લાયક ખરા જ! જય લંકેશ!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાહ રે કળયુગ
હાલમાંજ રાજકોટ શહેરમાં એક એવી દુભાગ્ય-પૂર્ણ અને અકલ્પનીય ઘટના બની છે જેમાં માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્ર એજ બ્લેન્કેટથી ગળે ટુંપો દઇને માતાની હત્યા કરી હતી અને પછી માનવતાની હદ પાર કરીને સ્ટેટસ મુકયુ હતું. ‘આઇ કિલ્ક માય મોપ’ સોરી આઇ મીસ યુ આ ઘટનામાં પુત્રની માનસિક અસ્વથતા પ્રદર્શીત થાય છે. એક જમાનો હતો અને આજે પણ એ માનનારા વ્યકિતઓ છે જે માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપતા હતા અને આજે પણ આવે છે અમે સવારે નિયમિત માતા-પિતાના ચરણ-સ્પર્શ કે ફોટા સામે નમન કરીને આશીર્વાદ લે છે આજની નવી પેઢી મોબાઇલ અયોગ્ય ઉપયોગ અને અયોગ્ય મિત્રોની સોબત દ્વારા વિનાશક માર્ગ તરફ ઘોડાવેગે વધી રહી છે જે સમગ્ર દેશઅને સમાજ માટે ખૂબજ ચિંતાનો અને ચિંતન કરવાનો વિષય છે. આજની નવી પેઢી માટે વ્યવસાય લક્ષી શિક્ષણની સાથે સારા સંસ્કારો અને યોગ્ય વાણી-વર્તન-વ્યવહારને અપનાવવા જરૂરી બન્યા છે. જે સર્વ કલ્યાણઅને હિતકારી છે.
સુરત – રાજુ રાવલ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.