વડોદરા: શહેરના ગોત્રી મેડિકલ સ્ટાફ ક્વાટર્સની પાછળ આવેલ સોમનાથનગરમાં રહેતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો યુવક નવા વર્ષના દિવસે પત્ની સાથે લુણાવાડા સાસરીમાં ગયા હતા. ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂ. 3000 અને રૂ.1,51,600 ની મતાના સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ. 1,54,600ની મતા ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે ગોત્રી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ગોત્રી મેડિકલ સ્ટાફ ક્વાટર્સની પાછળ આવેલ સોમનાથનગરમાં રહેતા આશિષ કાલિદાસ ભોઈ છેલ્લા 9 વર્ષથી ભાયલી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તરીકે નોકરી કરે છે.
ગત તા. 5 નવેમ્બરના રોજ બેસતા વર્ષના તહેવારના રોજ તેઓ પત્ની સાથે લુણાવાડા ખાતે સાસરીમાં ગયા હતા. અને રાત્રી રોકાણ ત્યાં જ કર્યું હતું. દરમિયાન બીજા દિવસે સવારે બાજુમાં રહેતા પડોશીએ ફોન કરી તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને તાળું તૂટેલું છે. જેથી તેઓ તાત્કાલિક પત્ની સાથે વડોદરા દોડી આવ્યા હતા. દરમિયાન તેઓએ વડોદરા આવી તપાસ કરતા મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. તેમજ મકાનના મુખ્ય દરવાજામાં મારેલ તાળું પતન તૂટેલું જોવા મળ્યું હતું. જેથી તેઓએ વધુ તપાસ કરતા મકાનમા સર સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. તેમજ બેઠકરૂમમાં આવેલ તિજોરીમાંથી સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે તેમણે તિજોરીમાં તપાસ તિજોરીમાં રાખેલ રોકડ અને સોનાચાંદીના ઘરેણાંની ચોરી થયાનું જણાયું હતું.