કામરેજ: ઘલુડી (Ghaludi) ખાતે ભાઈના ઘરે પતિ, બાળકો સાથે રહેતી બેનને ભાઈએ ચરિત્ર પર શંકાના (Doubt) લઈને ગળાના ભાગે કોઈતો મારી લોહીલુહાણ કરી દીધી હતી. મૂળ ભરૂચના (Bharuch) વાલિયાના ભમરિયા ગામના વતની અને હાલ સુરતના (surat) કામરેજના ઘલુડી ચાર રસ્તા ખાતે બમ્પ કોલોનીમાં અજય અરવિંદ વસાવા પત્ની સુમિત્રાબેન (ઉં.વ.26), બે બાળકો તેમજ સાસરીમાં સાળા કરણ રામસિંગ વસાવાના ઘરે રહેતા હતા. પરંતુ છેલ્લા દસ વર્ષથી પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતો હોવાથી અજયભાઈ કઠોર ખાતે મોદીનગરમાં રહેતી બેન કંકુને ત્યાં બંને સંતાન સાથે રહેવા માટે જતા રહ્યા હતા.
- ચરિત્ર પર શંકા કરી ભાઈ બહેનને પતાવી દીધી
- ભાઈના જ ઘરે રહેતી પરિણીત બહેનને કોઈ સાથે અફેર છે કહી ભાઈએ ઝઘડો કર્યો હતો
- કોઈતો મારી દેતા બહેનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિતલ ખસેડવામાં આવી
સોમવારે સાંજે 6 કલાકે પત્ની સુમિત્રાબેનને સગાભાઈ કરણે ગળાના ભાગે કોઈતો મારી દેતાં લોહીલુહાણ થઈ જતાં ગામના સરપંચે અજયભાઈને ટેલિફોનિક જાણ કરતાં તુરંત જ ઘલુડી ખાતે દોડી જઈ પત્નીને ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અજયભાઈએ પત્નીને પૂછપરછ કરતા જણાવ્યું કે, ભાઈ કરણ બહેનના ચરિત્ર પર શંકા કરતો હતો અને કોઈ સાથે અફેર છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. હાથમાં રહેલો કોઈતો મારી દીધો હતો. જે અંગે કામરેજ પોલીસે અજય વસાવાની ફરિયાદ લઈ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી. પોલીસે કરણની ધરપકડ કરી લીધી હતી.
અંકલેશ્વરમાં પાંચ વર્ષીય માસૂમ બાળકી ઉપર સગીરે બળાત્કાર ગુજાર્યો
અંક્લેશ્વર: અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પાંચ વર્ષીય માસૂમ બાળા પર સગીરે નજર બગાડી હતી અને ઘરઆંગણે રમતી બાળા પર દુષ્કર્મ આચરતાં પંથકમાં સનસનાટી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ ખાતે પાંચ વર્ષીય માસૂમ બાળા હવસનો શિકાર બની હતી. ઘરઆંગણે રમતી બાળા પર નરાધમ આશરે ૧૫ વર્ષીય સગીરે દ્વારા માસૂમ બાળકીને પટાવી ફોસલાવીને પોતાના ઘરમાં બોલાવી હતી અને બાળા પર દુષ્કર્મ આચર્યું હતું. નરાધમના દુષ્કૃત્યના પગલે ઈજાગ્રસ્ત બાળકી ચોધાર આંસુઓ સાથે પોતાના ઘરે પરત ફરતાં પરિવારજનોને આ અંગેની જાણ થઇ હતી. અને સગીર વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસમથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી ઈજાગ્રસ્ત બાળકીનું તબીબી પરીક્ષણ સહિત વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.