જાહેર જીવનમાં પ્રજા માટે સમર્પણની ભાવના હોય એ અમૂલ્ય વારસો કહેવાય.‘હું’ની જગ્યા ‘તું’ની ભાવના ઊભી થાય ત્યારે વ્યક્તિત્વ પ્રભાવમાં વધારો થાય.ગુજરાત વિધાનસભામાં આ વખતે ત્રણ સમર્પણની ભાવનાવાળા ધારાસભ્યોએ પગાર માટે અનોખો અભિગમ અપનાવ્યો છે.દ્વારકાના પભુભા માણેક અને સિદ્ધપુર બેઠકના અને (હાલમાં ઉદ્યોગમંત્રી) બળવંતસિંહ રાજપૂતે તેમને મળતું વેતન લેવાનો સહર્ષ અસ્વીકાર કરી દીધો છે.એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ MLA તરીકે મળતું વેતન તેમના મત વિસ્તારમાં વિધવા બહેનોની સેવા અર્થે વાપરવાનો નિર્ધાર કર્યો છે.
મૂળ તો ભરૂચના નર્મદા નદીના ઘાટ પર ખમીરવંતુ પાણી હોય છે.આ ઘાટ પાણી પીનારા લોકસેવક માટે લોકોપયોગી સમર્પણની ભાવના જાગ્રત થતી હોય છે.ચાર વર્ષ પહેલાં નિરાધાર વિધવા બહેનોના જટિલ પ્રશ્ને ભરૂચના ખમતીધર અગ્રણી ખુમાનસિંહ વાંસિયાએ મોહીમ ઉપાડતા એ જ વર્ષે વિધવા બહેનોને આજીવન વિધવા પેન્શન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.તેમના પુણ્યના કામ માટે ભરૂચ સહિત ગુજરાતની ભૂતકાળમાં બનેલી નિરાધાર વિધવાઓને પેન્શનરૂપ આધાર મળતાં સ્વમાનભેર જીવન વ્યતીત કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના નર્મદા નીરમાં એ તાકાત છે કે ભરૂચ જિલ્લામાં કર્તવ્યનિષ્ઠ કલેકટર તરીકે તુષાર સુમેરા સરકારી યોજનાનો ગરીબ લાભાર્થીઓને લાભ મળે એ માનવતાનો અભિગમ અપનાવ્યો.તેમણે વિધવા સહાય યોજના સહિત “ઉત્કર્ષ પહેલ”હેઠળ આખા વહીવટી તંત્રને કામે લગાડી દીધું હતું.જેમાં ઘણાં ગામોમાં સંપૂર્ણ વિધવાઓને પુણ્ય તરીકે પેન્શન મળતું થઇ ગયું છે.જેને લઈને આજે ભરૂચ જિલ્લામાં વિધવાઓને પેન્શન મળતું થઇ ગયું છે. આજે પણ ઉચ્ચ આદર્શવાળા,માનવતા અને કરુણાની ભાવના અને ખુમારીવાળા ભરૂચ જિલ્લામાં આજે પ્રજાની નજર સમક્ષ છે.
ભરૂચ -વીરેન્દ્રસિંહ અટોદરિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોંગ્રેસનું નકારાત્મક રાજકારણ
૧૯૮૪ પછી કોંગ્રેસે શરૂ કરેલ હિન્દુ વિરોધી અને દેશને નુકસાન થાય તેવાં નિવેદનો અને પ્રવૃત્તિઓ ખૂબ ચિંતાજનક છે. દિલ્હીમાં કત્લેઆમ કરનાર બહાદુરશાહ ઝફરને અંગ્રેજોએ દેશનિકાલ કર્યો હતો. ત્યારે રાજીવ ગાંધી રંગુન જઇ તેની કબર પર પુષ્પો મૂકી ૧ લાખ રૂપિયા ચડાવી આવ્યા. શ્રીલંકામાં લશ્કર મોકલી તમિલ હિન્દુઓનો નરસંહાર કર્યો. પંજાબમાં ખાલીસ્તાની આતંકવાદ ઊભો કરી દેશને નુકસાન કર્યું. નર્મદા ડેમ વિરોધી મેઘા પાટકરને સાથે લઇ પદયાત્રા કરી ગુજરાત પ્રત્યે નફરત દર્શાવી. ૧૯૯૦ માં શ્રીનગરમાં હિન્દુઓની હિંસા સામે કોંગ્રેસે મૌન રહી ફારૂક અબ્દુલ્લાને દેશ વિરોધી કૃત્યો માટે ડાબા હાથે છૂટો દોર આપ્યો.
વલ્લભવિદ્યાનગર – જગદીશ ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.