Madhya Gujarat

ડુંગર ગ્રામ પંચાયતમાં મનરેગાના શ્રમિકોના ખાતામાંથી નાણા બારોબારો ઉપાડી લીધા

       દાહોદ: લીમખેડા તાલુકામાં આવેલા ડુંગરા ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં બહારગામ મજૂરી અર્થે ગયેલા શ્રમિકોના નામે ખોટા જોબ કાર્ડ બનાવી  ખોટી હાજરી પુરાવીને જે તે લાભાર્થીઓની જાણ બહાર મનરેગા યોજનામાં કરવામાં આવેલા કામોમાં શ્રમિકોના ખાતામાંથી બારોબાર મજૂરીના જમા થયેલા નાણાં ઉપાડી લઇ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી સહિતના વહીવટદારો દ્વારા મોટું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી તપાસની માંગણી કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામજનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવા માટે મનરેગા યોજનામા  વિવિધ કામો હેઠળ શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે  લીમખેડા તાલુકાની ડુંગરા ગામે સરપંચ  તલાટી અને તેમના મળતિયાઓ દ્વારા  કેટલાક બહારગામ મજૂરી અર્થે ગયેલા શ્રમિકો ની જાણ બહાર જ  પંચાયતમાં તેઓના નામે ખોટા દસ્તાવેજી કાગળો રજૂ કરી જોબ કાર્ડ બનાવી ને  મનરેગા યોજના હેઠળના કામો કર્યા છે.

જે કામો માં મજુરી પેટે મળવાપાત્ર  નાણાં ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી અને તેના કેટલાક મળતીયાઓ દ્વારા શ્રમિકોના ખાતા થી બારોબાર ઉપાડી લીધા હોવાનો આક્ષેપ સાથે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે ડુંગરા ગામે રહેતા અને બહારગામ મજુરી કામ અર્થે રહેતા  ૬૭૨ જેટલા શ્રમિકોના નામે તેમની જાણ બહાર જોબકાર્ડ બનાવીને મનરેગા યોજના હેઠળના કામો માં બોગસ હાજરી પૂરી ને તેઓના ખાતામાંથી નાણાં ઉપાડયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે મોટાભાગના લોકો બહારગામ મજૂરી કામ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે.

પરંતુ  કેટલાક મળતીઆઓ દ્વારા ગ્રામ પંચાયત અને મનરેગા વિભાગના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને  તેઓના નામે  રોજગારી પેટે મેળવેલા નાણા બારોબાર ઉપાડી લઇને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપો થયા છે ડુંગરા ગામ ના ડાંગી કિરણ કુમાર ચંદુભાઈ સહિતના ગ્રામજનો દ્વારા ગામમાં કરવામાં આવેલા કામોની ઝીણવટ ભરી તપાસ માટે વારંવાર રજૂઆત કરી કૌભાંડ બહાર લાવી ભ્રષ્ટાચાર અટકાવવા માટે માંગ કરી હોવા છતાં આજદિન સુધી કોઇ જ તપાસ હાથ ધરાઇ ન હતી.

Most Popular

To Top