Madhya Gujarat

ધાનપુર તાલુકામાં કતલખાને લઇ જવાતા 16 ઢોર બચાવાયા

દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામના ચેકપોસ્ટ ઉપરથી પોલીસે એક ટ્રકમાં ઠસોઠસ અને ક્રુરતા પુર્વક બાંધી રાખેલ અને કતલખાને લઈ જવાતી ૧૬ જીવીત ભેંસોને સાથે ટ્રક ઝડપી પાડી ટ્રકના ચાલકની અટક કર્યાંનું જાણવા મળે છે. પોલીસે ભેંસો અને ટ્રકની કિંમત મળી કુલ રૂા.૧૨,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં છે.ધાનપુર પોલીસના પોલીસ જવાનો કાકડખીલા ગામે ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી ઉભી હતી. ટ્રક પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રકને ચારેય તરફથી ઘેરી લીધી હતી.

ટ્રકનો ચાલક ઈમ્તીયાઝ સુલેમાન ધાગોડીયા (રહે.ઉધાવળા, નાના ફળિયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાની પોલીસે અટકાયત કરી લીધી હતી અને ટ્રકમાં તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી જીવીત ૧૬ ભેંસો મળી આવી હતી. આ ભેંસોને ક્રુરતાપુર્વક અને ઢસોઢસ ભરી રાખલે હતી અને કોઈપણ ઘાસચારા કે, પાણીની સુવિધા પણ ન રાખી આ ભેંસોને કતલખાને લઈ જવાતી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ધાનપુર પોલીસે ૧૬ ભેંસો કિંમત રૂા.૪,૮૦,૦૦૦ અને ટ્રકની કિંમત મળી કુલ રૂા.૧૨,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ ઝડપી પાડવામાં આવેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top