Vadodara

દંતેશ્વરમાં નોટિસ બજાવાયેલ સાઈટો પુનઃ ધમધમવા માંડી

વડોદરા: શહેરના દંતેશ્વર વિસ્તારમાં રૂપારેલ કાંસની બાજુમાં આવેલ સાઈટો દ્વારા કાંસ ઉપર દબાણ તેમજ કાંસનું પુરાણ કરવામાંઆ આવતું હતું જે બાબત ઉજાગર થયા બાદ તેઓને નોટિસ પાઠવવામાં આવી હતી જો કે હાલમાં આ સાઈટો પુનઃ ધમધમતી થઇ ગઈ છે. સાઈટોની આસપાસ ગ્રીન કાપડ બાંધી કામગીરી શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
શહેરમાં આડેધડ ઊંચી ઊંચી ઇમારતો ઉભી થઇ રહી છે. એક તરફ વિકાસની વાતો થઇ રહી છે તો બીજી તરફ કેટલાક બિલ્ડરો મળેલ પરવાનગીનુ પણ ઉલ્લંઘન કરી રહ્યા છે.

કેટલાક બિલ્ડરો તો વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ કાંસમાં પણ પુરાણ કરી દેતા હોય છે ત્યારે દંતેશ્વર વિસ્તારમાં આવેલ કાંસને અડીને જ કેટલીય સાઈટો ઉભી થઇ રહી છે. બિલ્ડર દ્વારા અહીં વૈભવી ફ્લેટનું નિર્માણ કરવામાં આવી રહયું છે અને તેના ખોદકામ દરમિયાન જે માટી અને રોડા છોરું નીકળે છે તે કાંસમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાની વિગતો ગુજરાત મિત્ર દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. આ અંગે મેયર નિલેશ રાઠોડનું પણ અનેકવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના ધ્યાન ઉપર આ બાબત આવતા તેઓએ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને તપાસ કરવા જાણ કરી હતી.

તપાસ દરમિયાન ટીપી 39 ફાયનલ પ્લોટ 77 માં બની રહેલ સ્કાય સુન્દરમ તેમજ ટીપી 39 ફાઇનલ પ્લોટ 6માં દર્શનમ બ્લિસ નામના પ્રોજેક્ટને નોટિસ બજાવવામાં આવી હતી . આ નોટિસમાં જણાવાયું હતું કે બિલ્ડર દ્વારા સાઈટની બાજુમાં આવેલ કાંસમાં રોડા, છોરું તથા ડેબ્રિસનું પુરાણ કરી કાંસ ઉપર દબાણ કરાયું હોવાની રજૂઆતો મળી હતી જે બાબતે કચેરી ખાતેથી સાઈટ વિઝીટ કરવામાં આવી હતી જે દરમિયાન કાંસમાં ડેબ્રિઝ અને અન્ય રોડા છોરું મળી આવ્યા હતા.
આ દૂર ન કરવામાં આવે અને તેના ફોટોગ્રાફ્સ કચેરી ખાતે મોકલવામાં ન આવે ત્યાં સુધી કામગીરી બંધ રાખવામાં આવે. જો કે આ કામગીરી પુનઃ શરુ કરી દેવામાં આવી છે. કાંસની સાફ સફાઈ થઇ છે કે કેમ અને પાલિકામાં તેના ફોટોગ્રાફ્સ મોકલવામાં આવ્યા છે કે કેમ તે રામ જાણે. પરંતુ આવા બિલ્ડરોને છાવરવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

વોટર બોડી સાથે છેડછાડ ન કરવાનાે નિયમ
સરકાર દ્વારા સ્પષ્ટ નિયમો ઘડવામાં આવેલ છે.કે જે કોઈ વોટર બોડી હોય એમા કોઈએ પણ છેડછાડ કરવી નહી. તેમજ વિકાસ પરવાનગી આપતી વખતે નિયમોનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેમજ વિકાસ પરવાનગી આપતા સમયે જી.ડી.સી.આરના નિયમો મુજબ વોટર બોડી થી નીયમ મુજબ માર્જિન છોડી અને બિલ્ડીંગ કંન્ટ્રોલ લાઈન પછી બાંધકામ કરવાનું હોય છે. પરંતુ બંધાતી સ્કીમોમા ઓરીજનલ પાણીના કાસમા પુરાણ કરીને સ્થળે સાંકડો કાસ બનાવી દીધો છે. તેમજ કાંસનુ પુરાણ કરી ને આ ભાગને માર્જીનમાં લઈ લીધુ છે.

સદર સ્કીમો મા સીટી સવૅ ખાતા ના મુળ ગામના નકશા તપાસવામાં આવે તો. બધોજ ભષ્ટાચાર બહાર આવે તેમ છે.નવી બંધાતી બંને સ્કીમો ના હાઈરાઈઝ બિલ્ડીંગ ના કાંસ બાજુના માર્જિન તપાસવામાં આવે તો નિયમો મુજબ છોડવામાં આવેલ નથી અને કાસની મુળ પહોળાઈ તપાસવામાં આવે તો તમામ ભષ્ટાચાર બહાર આવે તેમ છે. ટાઉન પ્લાનિંગ બાંધકામ પરવાનગી શાખા દ્વારા કડક કાયૅવાહી કરી ને મુળ નકશામા બતાવેલા કાસ સ્થળે ખુલ્લો રાખવામાં આવે તો ચોમાસામાં જે વરસાદ નુ પાણી ભરાય છે.અને આમ જનતાને વેઠવાનુ આવે છે તેમાથી છુટકારો મળે.

Most Popular

To Top