Dakshin Gujarat

દમણની આ કંપનીના બાકી પગાર મુદ્દે સિક્યુરિટિ ગાર્ડે દેશી પિસ્ટલથી સુપરવાઈઝર પર ફાયરિંગ કર્યું

દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) ફરી ફાયરિંગની (Firing) ઘટના સર્જાઈ છે. ડાભેલની (Dabhel) કંપનીના (Company) સિક્યુરિટી સુપરવાઈઝર (security supervisor) પર એક શખ્સે દેશી બનાવટની પિસ્તોલ (pistol) જેવા હથિયાર વડે પેટના ભાગે ફાયરિંગ (Firing) કરતાં ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં (Hospital) ખસેડાયો હતો. જ્યારે પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. દમણના ડાભેલ સોમનાથ રોડ પાસે આવેલી સેલો હાઉસ હોલ્ડ એપ્લાયન્સીસ પ્રા.લી.માં કામ કરતા સિક્યુરિટી સુપરવાઈઝર અતુલકુમાર શિવકુમાર ગુપ્તા (ઉવ.40, રહે. ડાભેલ) કંપનીમાં સિક્યુરિટી કેબિનમાં ફરજ પર હતો. ત્યારે તેની પણ ફાયરિંગ થયું હતું.

  • ફાયરિંગ થતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ
  • ગોળી મારનાર શખ્સ ફાયરિંગ કરી કંપની બહાર હથિયાર સાથે લટાર મારતો રહ્યો
  • ગંભીર સ્થિતિ વચ્ચે સિક્યુરિટી સુપરવાઈઝરને હોસ્પિટલ ખસેડાયો
  • પોલીસ દ્વારા ગોળી મારનાર વ્યકિતિની ધરપકડ કરવામાં આવી
  • નાણાની અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું
  • પોલીસે આરોપીની ધરપક કરી તપાસ શરૂ કરી

રવિવારે બપોરે એક શખ્સે દેશી બનાવટની પિસ્ટલ જેવા હથિયાર વડે કંપનીમાં આવી નજીકથી પેટમાં ફાયરિંગ કરતા સુપરવાઈઝર ગંભીર રીતે ઘવાતા ઢળી પડ્યો હતો. જોરદાર ગોળીનો અવાજ આવતા જ કંપનીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કામદારોની સાથે કંપનીના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટના બાદ ગોળી મારનાર શખ્સ થોડા સમય સુધી કંપની પરિસરની બહાર હથિયાર વડે લટાર મારતો જોવા મળ્યો હતો. જેને વિડીયો કંપનીમાં કામ કરતા અન્ય કામદારોએ ઉતારી લીધો હતો.

બીજી બાજુ તરફડિયા મારતા સિક્યુરિટી સુપરવાઈઝરને મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ તરફ ઘટનાની જાણ દમણ પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળે આવી આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી પુછપરછ કરી હતી. જો કે, મળતી માહિતી પ્રમાણે ગોળી મારનાર શખ્સનું નામ લાખનસિંહ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે અગાઉ સિક્યુરીટીમાં જ કામ કરતો હોય અને અગાઉના નીકળતા પૈસાની અદાવત રાખી આ પ્રમાણે હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે. હાલ તો, ઈજાગ્રસ્ત સિક્યુરિટી સુપરવાઈઝર હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

Most Popular

To Top