દાહોદમાં ગડીનો વર્ષાે જૂનો દરવાજાે નમી જતાં માર્ગ બંધ કરવામાં આવ્યો

દાહોદ: દાહોદ શહેરમાં આવેલ ગડીનો વર્ષાે જુનો દરવાજાે નમી જતાં આ તરફનો માર્ગ શહેર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. વર્ષાે જુનો અને ઐતિહાસીક ગણતો આ દરવાજાે ખખડધજ હાલતમાં હતો અને ક્યારે પણ પડી જવાનો અને નમી જવાની દહેશત વચ્ચે લોકો અહીંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે આ દરવાજાે નમી જતાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે અહીંનો માર્ગ બંધ કરી દેવાની ફરજ પડી હતી. દાહોદ શહેરમાં આવેલ ગડીના કિલ્લામાં કુલ ચાર દરવાજા છે. દાહોદમાં સૌથી મોટા દરવાજાની ગણતરી આ દરવાજાની થાય છે.  ૪૦૦ વર્ષ બાદ પણ સૌથી વજનવાળા અને ઉંચાઈ ધરાવતાં દરવાજા કોઈપણ સ્થળ પર નથી. દાહોદની કમનસીબી એ છે કે, વારસો જાણવવામાં ક્યાંકને ક્યાંક તંત્ર ઉણું ઉતર્યું છે જેને પગલે ચાર દરવાજા પૈકી એક દરવાજાે ખરાબ થઈ ગયો છે અને એક દરવાજાે રાતોરાત કોઈક ચોરી પણ કરી ગયું હોવાનું પણ કહેવાઈ છે. ગડીનો કિલ્લો બન્યો ૧૬૭૮માં ૧૬૭૮ના લગભઘ પાંચસો – છસો વર્ષ થયાં હોવાનું કહેવાઈ છે. ઈ.સ. 1699ના આ ગડીનો એક દરવાજાે સંપુર્ણ નમી જતાં અને અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો સાથે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દાહોદ પોલીસ દ્વારા આ ગડીના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઐતિહાસીક દરવાજનું જનત કરવામાં આવશે કે કેમ તે તો આળનાર સમય કહેશે.

Most Popular

To Top