Charchapatra

જાતને કાબુમાં

અંધશ્રધ્ધાને ભણતર સાથે કોઈ લેવાદેવા નથી. સામાન્ય માન્યતાછે કે ગ્રામ્ય વિસ્તારોમા અશિક્ષિત અર્ધશિક્ષિત અને ગરીબ લોકોમાં અંધશ્રધ્ધાનું પ્રમાણ વદુ હોય છે. અભણ લોકો કોઈ ન્યૂમરોલોજિસ્ટની સલાહ પ્રમાણે નામનો સ્પેલિંક કે સિગ્નેચર બદલતા નથી. રેકી, ઓરાક્લીનિંગ ડિસ્ટન્ટ હીલિંગ જેવું શીખવા માટે કોઈ ક્લાસ ભરતા નથી ફેંગ શુઈ અને વાસ્તુશાસ્ત્રના કથિત એક્સપર્ટ્સની સલાહ પ્રમાણે ઘરના ઈન્ટિરિયરમાં ફેરફાર કરતા નથી. ગ્રહોને શાંત કરવા માટે મોંઘા રત્નો જડેલી વીંટી કે માળા ખરીદતા નથી. ઉલ્ટું સુશિક્ષિત અને મોર્ડન ગણાતા લોકોની અંધશ્રધ્ધા સમય જ માટે વધુ જોખમી હોય છે. કારણ કે એ વધુ લોકો પર પ્રભાવ પાડે છે.

મોટા જમણસ્વે જે કરે અને અન્ય માણસો એમને અનુસરે ધર્મ ગુરુઓ વળી નવી વાત લાવ્યા કાબુ માણસે પોતાની જાત પર રાખવો રહ્યો. ગુલામી હિટલર પણ રાખે અને ધર્મ ગુરુ પણ રાખે ધર્મના અતિરેકો એવુ પન વિરોધી પરંપરાને ખૂબ ચગાવી સંયમ, નિગ્રહ અને નિષેધનામે એમણે સહજતા કિનારે જીવનારા મનુષ્યને મૂઢ માર મરાયો શરીરની સંવેદનાઓને કચડી નાખવના પ્રયત્ય કર્યા જ્યારે આ ….. જેવા એ રૂવેલે ફાયદો ઉઠાવ્યો આજે જે સમ્ય છે. અંધશ્રધ્ધા એ બીજાને જોઈને સાંભળીને બંધાઈ ગયેલી માન્યતા છે. પણ એમાં ધર્મરક્ષકોની જ દેન છે. ગની કહે છે કે બધા જ મારી લઈ જશે, મંઝીલ પર હું રસ્તો ભૂલી ગયો તો, દિશાઓ ફરી ગઈ. શ્રધ્ધાની જય.
ગંગાધરા – જમિયતરામ હ.શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોટવાળ દંડાય
ચોર કોટવાળને દંડે એવું યે બની શકે છે, લૂંટારાઓ નિર્ભય, સુરક્ષિત બને એવું યે થઇ શકે છે. અમેરિકાના જયોર્જિયા રાજયમાં આવું જ કાંઇક બનવા પામ્યું છે. ત્યાંની લુલુલેમન કંપનીએ તેની બે મહિલા કર્મચારીઓને કંપનીના સ્ટોરમાં ઘુસેલા લૂંટારૂઓનો સામનો કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂકી છે, વળી કંપની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ગ્રાહકોની સુરક્ષા બાબતે કંપની હાથ ધરવામાં આવેલ નિયમોને અનુરૂપ જ આવું પગલું ભરવામાં આવ્યું છે. ત્રણ બુકાનીધારીઓએ સ્ટોરમાં ઘુસી જઇ બધાને ધમકી આપીને સ્ટોરમાંથી સાત હજાર ડોલરના મૂલ્યની ચીજવસ્તુઓની લૂંટ કરી હતી ત્યારે તે સ્ટોરની બે મહિલા કર્મચારીઓએ ઘાંટા પાડીલૂંટારાઓને પડકાર્યા હતા એટલે લૂંટારાઓએ ભાગવા માંડતા તેમનો પીછો મહિલાઓએ કર્યો પણ નિષ્ફળ રહી.

જો કે પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને વીડિયો ફૂટેજ પણ ચાલુ હતું. કંપનીના સીઇઓએ જણાવ્યું હતું કે કંપનીના સ્ટોરમાં આવતા ગ્રાહકોની સલામતી નિયમો બનાવેલાછે અને જણાવ્યું છે કે સ્ટોરમાં જો કોઇ ચોર લૂંટારૂ ઘુસી જાય તેમને લૂંટ ભલે કરી લેવા દેવી, સ્ટોરમાં કેમેરા લાગેલા છે, તેમાં બધું જ રેકર્ડ થાય છે. અમે પોલીસ સાથે મળીને બધું ફોડી લઇશું, કર્મચારીએ કશું કરવું નહીં. લૂંટારૂઓનો સામનો કરવાથી તેઓ હિંસક થઇ શકે છે અને સ્ટોરમાંના ગ્રાહકો, મહેમાનો જોખમમાં મુકાઇ શકે છે. આપણે ત્યાં આવી કંપની કે આવા સ્ટોરની જાણ નથી અને એ કંપનીથી વિપરીત લાગે છે કે આમ કરવાથી તો ઉલટો ચોર કોટવાળને દંડી જાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top