Vadodara

ચારુસેટમાં NRIએ રૂા.1 કરોડનું દાન આપતાં સન્માન કરાયું

આણંદ, તા. 30
ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા  એક  કરોડનું માતબર દાન આપનાર મૂળ પાળજના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા જીગરભાઈ અશોક્ભાઈ પટેલને ચરોતર  મોટી  સત્તાવીસ  પાટીદાર  કેળવણી  મંડળના ઉપક્રમે 25મી જાન્યુઆરીએ, ગુરૂવારે ચારૂસેટ કેમ્પસમાં  દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં દાતા પરિવારના હસ્તે સ્વ. ડાહ્યાભાઈ ફુલાભાઈ પટેલ અને સ્વ. ઈશ્વરભાઈ ફુલાભાઈ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટલ કેરનું નામાભિધાન અને દીપ પ્રાગટ્ય સાથે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટ ના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, અગ્રણી દાતા મનુભાઈ પી. ડી. પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મતી મધુબેન પટેલ, ખજાનચી ગીરીશભાઈ સી. પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, દિલીપભાઈ પટેલ, વી. એમ. પટેલ, જશભાઈ પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ,  હોદેદારો,  ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ડીન, વિભાગોના વડાઓ,  ફેકલ્ટી,  ચારૂસેટ હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા જીગરભાઇ પટેલના પરિવારજનો પત્ની મિત્તલબેન પટેલ, બંને પુત્રો જૈમિત અને હરિકૃષ્ણ, વિનોદભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અલ્પેશભાઈ, ચંદ્રકાંતભાઈ વગેરે ખાસ USA-UK, પાળજથી હાજર રહ્યા હતા.
કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં  મહાનુભાવોને આવકાર્યા હતા. ખજાનચી ગીરીશભાઈ સી. પટેલે દાતા જીગરભાઈ પટેલ અને મહેમાનોનો પરિચય આપ્યો હતો.

Most Popular

To Top