મધેપુરાઃ જેમ મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું હતું તેવો જ એક શરમજનક કિસ્સો બિહારમાં સામે આવ્યો છે. બિહારનાં મધેપુરામાં પણ મહિલાને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. મધેપુરા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાને જાહેરમાં અર્ધ નગ્ન કરીને મહિલાને ગરમ સળિયા વડે ક્રૂરતાપૂર્વક સળગાવીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. હાલમાં પીડિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અર્ધ નગ્ન મહિલાને જાહેરમાં માર માર્યો
મહિલાને પંચાયતની ઢોર માર મારવામાં આવી રહ્યો હતો તેને બચાવવાની ભીખ માંગતી રહી, પરંતુ કોઈ નિર્દય હૃદય તેને બચાવવા આગળ આવ્યું નહીં. મહિલાને ત્યાં સુધી માર મારવામાં આવ્યો જ્યાં સુધી તે બેહોશ થઈને જમીન પર પડી ન ગઈ. મહિલાના પરિવારજનો અને પડોશીઓનું કહેવું છે કે, આ મહિલા ગઈકાલે રાત્રે ઘરની બાજુમાં આવેલા મકાઈના ખેતરમાં અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. આ વાતથી ગ્રામજનો અને પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા. ગ્રામજનોએ સવારે પંચાયત બોલાવી અને પંચાયતમાં મહિલાને તાલિબાની ચુકાદો આપવામાં આવ્યો અને લોકોએ કાયદો હાથમાં લીધો અને મહિલાને ઢોરમાર માર્યો હતો
અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવાનો લાગાવ્યો હતો આરોપ
મહિલાને પંચાયત સામે દ્રૌપદીની જેમ ઊભી કરવામાં આવી. પહેલા તેને પૂછ્યું કે તમે રાત્રે મકાઈના ખેતરમાં કોની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. મહિલા ચુપચાપ ઉભી રહી. એમ પૂછતાં જ એક યુવકે બાજુમાં સળગતી આગમાંથી ગરમ વાંસનો સળીયો કાઢ્યો અને મહિલાને મારવા લાગ્યો. મહિલા પોતાને બચાવવા માટે આસપાસના લોકો પાસે ભીખ માંગતી રહી. પરંતુ કોઈ તેને બચાવવા ન આવ્યું અને અર્ધ નગ્ન હાલતમાં મહિલા બેહોશ થઈને જમીન પર પડી ગઈ હતી.
પીડિત મહિલાનું કહેવું છે કે તેનું પેટ ખરાબ હતું. જેથી તે ઘરની બાજુમાં મકાઈનું ખેતર છે, જ્યાં તે શૌચ કરવા ગઈ હતી. આ દરમિયાન નજીકમાં રહેતા શંકરદાસ, પ્રદીપ દાસ, પિન્ટુ દાસ, અભય દાસ અને અન્ય યુવકો તેઓને મકાઈના ખેતરમાં લઈ ગયા હતા. બધા પૂછવા લાગ્યા કે તમારી સાથે બીજું કોણ હતું, તમે ક્યાં ભાગ્યા? મહિલાએ કહ્યું કે ત્યાં કોઈ નથી, મારું પેટ ખરાબ છે, તેથી શૌચ કરવા આવ્યો છું. મહિલાનું કહેવું છે કે ત્યારબાદ આ લોકોએ મારી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ શરૂ કર્યો અને મારા શરીર પરથી ચાદર કાઢીને જમીન પર પછાડી દીધી. તેનો વીડિયો પણ બનાવ્યો હતો. એટલું જ નહીં મારા દાગીના પણ આંચકી લીધા હતા.
ગરમ સળીયા વડે બેરહેમીથી માર માર્યો
પીડિત મહિલાએ કહ્યું કે મેં જાહેરમાં શરમના ડરથી મેં અવાજ નહિ કર્યો. પરંતુ બીજા દિવસે મને પંચાયતમાં બોલાવવામાં આવ્યો અને ગરમ સળિયા વડે અર્ધ નગ્ન કરીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના 19 માર્ચની રાત્રે બની હતી અને મારપીટ 20 માર્ચે કરવામાં આવી હતી. પીડિતા જણાવે છે કે આ લોકો ડરાવવા અને ધમકાવતા રહ્યા કે જો તું કઈ પણ કહેશે કે તેઓને ગામમાંથી ભગાડી દેશે તેમજ મારી નાખવાની પણ ધમકી આપી.મહિલાના પતિ ગામની બહાર કામ કરે છે. ઘરમાં વૃદ્ધ સસરા અને સાસુ જ છે.
મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઘટનાની માહિતી મળતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. એસપી રાજેશ કુમારે કહ્યું કે ઘટના પોલીસના આવતા મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પીડિતાને મધેપુરાની સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જે પણ દોષિત હશે તેને બક્ષવામાં નહીં આવે. પરંતુ જે રીતે આ ઘટના બની છે તેનાથી ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. પંચાયત સામે માનવતાને શરમાવે તેવી ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ ક્યાં સુધી આરોપીઓ સામે કાર્યવાહી કરે છે.