bihar : પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહામાં બિહાર પોલીસ ( bihar police ) ની પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીનું અપહરણ કરીને ટેમ્પોના ચાલકે બળાત્કાર ( rape) ગુજાર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી હતી. ગુરુવારે યુવતીની લાશ નહેરના કાંઠે મળી હતી. ચહેરા પર એસિડ ( acid attack) નાખીને યુવતીની ઓળખ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 14 માર્ચ રવિવારે ચિવ્તાહા પોલીસ સ્ટેશન વિસ્તારની વિદ્યાર્થી બિહાર પોલીસની પરીક્ષા આપવા બેટિયા ગઈ હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી ઘરે પરત ફરી રહી હતી. યુવતી ઓટોમાં બેસીને ઘર તરફ જઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓટોના ચાલકે ( auto driver) વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને કોઈ નિર્જન જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
ઓળખ દૂર કરવા માટે ચહેરા પર એસિડ નાખ્યું
બળાત્કાર બાદ તેની ઓળખ કાઢી નાખવા માટે યુવતીની હત્યા કરવામાં આવી હતી અને તેના ચહેરા પર એસિડિ નાખી દીધું હતું. ત્રણ દિવસ બાદ સેમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદ્યાર્થીની લાશ પ્રતાપપુર કેનાલના કાંઠે મળી હતી. ગામના લોકોએ હત્યારાને ફાંસીની સજા કરવાની માંગ કરી હોબાળો મચાવ્યો હતો.
ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી
યુવતીની લાશ મળી હોવાનું જણાતાં એસડીપીઓ રામનગર અને એસપી કિરણકુમાર જાધવ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગામલોકોને શાંત પાડ્યા હતા અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. એસપી કિરણ કુમારે જણાવ્યું કે, યુવતીની ઓળખ થઈ ગઈ છે. આ સાથે જ આરોપી ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ટેમ્પોના ચાલકની ઓળખ સેમરા પોલીસ સ્ટેશન વિસ્તારના કાટકુઇયામાં રહેતા ઇઝરાઇલ બેયઠાનો પુત્ર રાજુ બેયઠા તરીકે થઈ છે.