બિહાર: તમે આ ગીત સાંભળ્યું જ હશે, મેરે દેશકી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી… આ જ તર્જ પર બક્સર (Baksar) જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે, જેના પછી ચર્ચાઓનું બજાર ગરમ છે. બક્સરના સોનબરસા (Sonbarasa) પોલીસ મથક (Police station) ઓપી ક્ષેત્રના ગિરધર બરાવ (Barav) ગામમાં એક બટાકાના (Potato) ખેતરમાંથી (Farm) સોનાના સિક્કા (Gold Coins) મળી આવ્યા હતા. વાયુવેગે આ વાત ગામમા ફેલાઈ જતા આખું ગામ સોનાના સિક્કા શોધવા ભેગું થયું હતું.
બક્સરના સોનબરસા ગામમાં કામ કરી વખતે એક મહિલાને બટાકાના ખેતરમાંથી સોનાના પ્રાચીન સિક્કા મળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ખેતરમાં રોજની જેમ કામ કરી રહી હતી. તે દરમિયાન ખોદકામ કરતી વખતે મહિલાને સોનાનો એક સિક્કો મળી આવ્યો હતો. ત્યાર બાદ તેણે થોડું વધારે ખોદકામ કરતા વધુ એક સોનાનો સિક્કો મળી આવ્યો હતો. આ સમચાર આગની જેમ આખા વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. સમાચાર સાંભળીને ગામના લોકો બટાકાના ખેતર તરફ દોડી ગયા હતા. ત્યાં વધુ એક વ્યક્તિને ખોદકામ દરમિયાન સોનાનો સિક્કો મળી આવ્યો હતો.
એક સિક્કો 27 હજાર રૂપિયામાં વેચાયો
જોકે, આ મામલો એટલો ઝડપથી વિસ્તારમાં ચર્ચાયો હતો કે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલા અને પુરુષ પાસેથી 3 સિક્કા કબજે કર્યા હતા, જ્યારે એવું પણ સામે આવ્યું છે કે એક છોકરો મહિલા પાસેથી 27 હજાર રૂપિયામાં એક સિક્કો ખરીદી રહ્યો હતો. આનાથી પુષ્ટિ થઈ કે આ સિક્કો ખરેખર સોનાનો છે.
પોલીસ સોનાના સિક્કાનું રહસ્ય શોધી રહી છે
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વારા આ વિસ્તારને બેરિકેડિંગથી ઘેરી લેવામાં આવ્યો છે અને વરિષ્ઠ અધિકારીઓની મદદથી પુરાતત્વ વિભાગની ટીમને પણ તેની જાણ કરવામાં આવી હતી. ગામના લોકોને ખેતરથી દૂર રાખવામાં આવી રહ્યા છે અને આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે ખેતરમાં પ્રાચીન સોનાના સિક્કા મળવાનું રહસ્ય શું છે.
ખેતર લાંબા સમયથી ઉજ્જડ હતું
સ્થાનિક લોકોનું માનવું છે કે જે ખેતરમાંથી પ્રાચીન સોનાના સિક્કા મળ્યા છે તે ખેતર લાંબા સમયથી ઉજ્જડ હતું, પરંતુ આ વખતે ગામના એક વ્યક્તિએ તે ખેતરમાં બટાકાની ખેતી કરી હતી. ગામની મહિલાઓ બટાકાની કાપણી માટે ખેતરમાં કામ કરી રહી હતી. આ દરમિયાન ખોદકામ દરમિયાન એક મહિલાને સોનાનો સિક્કો મળ્યો, જેના પછી વિસ્તારમાં હંગામો મચી ગયો. જો કે આ પ્રાચીન સોનાનો સિક્કો મેળવવા પાછળની કહાની શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.