સુરત (Surat): ભટાર (Bhatar) ખાતે રહેતી અને ધોરણ 10માં (SSC) અભ્યાસ કરતી સગીરા (Teenage Girl) સાથે વિધર્મી યુવકે લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં (LoveTrap) ફસાવી હતી. 6 મહિના પહેલા પોતાના ઘરે અને અલથાણ ગાર્ડનમાં લઇ જઇ દુષ્કર્મ (Rape) આચર્યું હતું. અને છેલ્લા 15 દિવસથી સગીરા સ્કુલ અને ટ્યુશનમાં નહીં જતા તેની માતાએ પુછપરછ કરી ત્યારે બનાવ સામે આવ્યો હતો. ખટોદરા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
- વિધર્મીએ તેના ઘરે બોલાવી બળજબરી કરી બાદમાં અલથાણ ગાર્ડનના ટોયલેટ પાસે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો
- સગીરા 15 દિવસથી સ્કુલ અને ટ્યુશન નહીં જતી હોવાથી તેની માતાએ પુછ્યું ત્યારે બનાવની જાણ થઈ
ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભટાર ખાતે રહેતી મહિલાએ તેની દિકરી સાથે સોયેબ નામના વિધર્મી યુવકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ભટાર ખાતે આઝાદનગરમાં રહેતા સોયેબ શફી શેખનો ભટાર રોડ પર રહેતી 15 વર્ષની સગીરા સાથે ઓક્ટોબર 2022 માં પરિચય થયો હતો. સગીરા ધોરણ 10 માં અભ્યાસ કરે છે. સગીરા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે આ સોયેબે સગીરા પાસે તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. અને બાદમાં તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. સોયેબે તું મને બહુ ગમે છે અને હું તને પ્રેમ કરૂ છું અને તારી હા હોય તો મને જણાવ તેમ કહ્યું હતું. સગીરાએ ના પાડી છતાં તેનો પીછો કરતો હતો. છેવટે સગીરાએ મિત્રતા કરવાની હા પાડી ત્યારે તેને મળવા બોલાવી હતી. 6 મહિના પહેલા સોયેબે સગીરાને તેના ઘરે મળવા બોલાવી હતી. ત્યારે તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ઘણી વખત અલથાણ ગાર્ડનમાં મળવા બોલાવી ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અલથાણ ગાર્ડનમાં ટોયલેટ પાસે શરીર સંબંધ બાંધવા બળજબરી કરતો હતો. ખટોદરા પોલીસે સોયેબ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.