ભરૂચ: ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી મધરાત્રે એક યુવાનને કેટલાક વ્યાજખોર મળતિયાએ નદીમાં ફેંકી ઘટના સામે આવી હતી. વ્યાજખોરના પન્ટરોઓએ યુવાનને વ્યાજે લીધેલ પૈસા પરત ન આપતા નદીમાં તો ફેંકી દીધો પણ તે યુવક જેમ તેમ કરીને ગોલ્ડન બ્રિજના થાંભલા પાસે બેસી ગયો હતો.
- વ્યાજખોરના પન્ટરોએ યુવાનને બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકતા ચકચાર
- અંકલેશ્વરના ભડકોદરાના રાજુ શાહને વ્યાજખોરોએ નદીમાં ફેંક્યો
- રાજુ શાહ જેમ તેમ કરીને ગોલ્ડન બ્રિજના થાંભલા પર બેસી ગયો
- સેવાભાવી કાર્યકર ધર્મેશ સોલંકીએ હોડીની મદદથી બચાવ્યો
બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. યુવાનની બાઈક બ્રિજ પર સેવાભાવી કાર્યકર ધર્મેશ સોલંકીએ રાતના અંધારામાં ટોર્ચ વડે જોતા તેણે તાત્કાલિક સ્થાનિક નાવિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો.
આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે એક ઈસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો. લગભગ ૨ કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો.આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.જો કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.