Vadodara

ભાદરવામાં મેઘરાજાએ પોતાનો અસલ મિજાજ બતાવતાં મધ્યગુજરાતના નદી-નાળા છલકાયા

વડોદરા : હવામાન ખાતાએ બે દિવસ ભારે  વરસાદ ની આગાહી કરી છે. ત્યારે સવારથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ હતું. વહેલી સવારથી જ મેઘરાજા વરસવાનું શરૂ કરી દીધું હતું. નોકરી ધંધો કરનાર નાગરિકો વરસાદના કારણે હેરાન-પરેશાન થઇ ગયા હતા જ્યારે અમુક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સાંજ સુધી વરસાદ વરસતા  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા તેના કારણે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી પોલ ખૂલી ગઈ હતી નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વડોદરા શહેર જિલ્લામાં સવારથી સાંજ સુધીમાં 164 એમએમ વરસાદ નોંધાયો છે.

હવામાન આગામી 2 દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે સવારથી કાળા ડિબાંગ વાદળો થી વાદળછાયુ વાતાવરણ હતું. સવાર થી જ  વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી વરસાદ વરસતા નોકરી ધંધા પર જ નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા સવારથી જ કાળા ડિબાંગ વાદળો ના કારણે રાત જેવો માહોલ સર્જાયો હતો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.વરસાદના કારણે વેપાર-ધંધા પર તેની અસર જોવા મળી હતી.  શહેરના રાવપુરા, મંગળ બજાર, માંડવી, દાંડિયાબજાર, પાણીગેટ, ગોરવા સુભાનપુરા, આજવા રોડ કારેલીબાગ સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જો કે હવામાન વિભાગે બે દિવસ ની વરસાદની આગાહી કરી હતી. હજુ સુધી 24 કલાકથી વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ અમુક વિસ્તારમાં પાણી ઓસર્યા. સવારથી સાંજ સુધીમાં 164 એમએમ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે આગાહી કરવા છતાં તંત્ર એ અગમચેતીના પગલા ભર્યા ન હતા.

Most Popular

To Top