અંકલેશ્વર: અંકલેશ્વર (Ankaleshwar) પોલીસે (Police) બે રીઢા મોટરસાઇકલ ચોરોને (Thieves) પકડી પાડ્યા છે. આ બે ચોરોએ એટલા બધા વાહનોની ચોરી કરી હતી કે એક આખો શો રૂમ ભરાઇ જાય. આ બે ગઠીયાઓ જાહેરમાં મુકેલી નવી બાઇકને (New Bike) વગર ચાવીએ ધક્કો મારીને દૂર રોડ પર લઈ જતા હતા, પોલીસે સીસીટીવીના આધારે આ બે ગાઠીયાઓ કઈ રીતે ચોરી કરે છે તે જોઇને ચોંકી ગયા હતા. પોલીસે બંને ચોરોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસે એવા બે ચોરોને પકડી પાડ્યા હતા જે માત્ર નવી બાઇક અને મોપેડ ચોરી કરવાનો જ આગ્રહ રાખતા હતા. જેમાં તેઓએ એક એક કરીને કુલ 19 નવી બાઈક અને મોપેડ ચોરી હતી. જાણે કે તેઓ ચોરીની બાઇકોનો શો રૂમ જ ઉભો કરી દીધો હતો. ચોરોની ટ્રીક જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બંને બાઇક ચોરો પાસે 19 બાઇક સાથે બે મોબઈલ સહિત કુલ રૂપિયા 9 લાખના મદ્દામાલ સાથે જેલ ભેગા કરી દીધા હતા.
અંકલેશ્વj પોલીસની સામે આ ઘટના ત્યારે આવી જ્યારે તેઓ ચૌટા બજારમાં ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બે બાઇક સવાર સુરવાડી બ્રિજ પરથી નંબર પ્લેટ વગરની બાઇક લઈને પસાર થઈ રહ્યા હતાં. પોલીસ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસના ડરથી તેઓએ બાઇક હંકારી દીધું હતું. પોલીસે આ બંનેનો પીછો કરી પકડી પાડ્યા હતા. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા બંને યુવાનોએ કબૂલાત કરી હતી કે આ બાઇક ચોરીને છે.
પોલીસે બંને ચોરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બે રીઢા વાહન ચોર હાલ હિંગલોટ અને મૂળ અંકલેશ્વરના નઈમ ઉર્ફે સોનુ ઇકબાલ શેખ અને મોહંમદ ઉઝેર અબ્દુલ મજીદ શેખ છે. પોલીસે વધુ પૂછપરછ કરતા તેઓએ 19 બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી. બંને આરોપી જાહેર રોડ સાઇટ ઉપર પાર્ક કરેલી નવી બાઇકોે જ ટાર્ગેટ બનાવતા હતા અને ચાલાકીથી બાઇકની ચોરી કરતા હતા. શહેર પોલીસે બન્નેની ધરપકડ કરી 19 બાઇક, બે મોબાઈલ સહિત રૂપિયા 9 લાખનો મુદ્દામાલ કબ્જે કરે વધુ તપાસ હાથ ધરી છે.