National

આંધ્રપ્રદેશમાં પાટા ઓળંગી રહ્યા હતા 6 લોકો, અચાનક બીજી બાજુથી ટ્રેન આવી અને…

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશ(Aandhraprdesh)ના શ્રીકાકુલમમાં એક મોટી ટ્રેન(Train) દુર્ઘટના(Accident) સર્જાઈ હતી. જેમાં સોમવારે રાત્રે ટ્રેનની અડફેટે આવતા 6 મુસાફરો(pasengers)ના કચડાઈ જવાથી મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રેલવે અને સ્થાનિક પોલીસે અકસ્માત સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

  • ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસના મુસાફરો દુર્ઘટનાનો ભોગ બન્યા
  • અત્યાર સુધીમાં 6 મૃતદેહોની ઓળખ કરવામાં આવી
  • ટેક્નિકલ સમસ્યાના કારણે ટ્રેન રોકી દેવામાં આવી હતી

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસને ટેકનિકલ સમસ્યાના કારણે બટુવા ગામ પાસે રોકી દેવામાં આવી હતી. ટ્રેન ઉભી થતાં કેટલાક લોકો નીચે ઉતરીને બીજા ટ્રેક પર ઉભા રહી ગયા હતા. તે જ સમયે બીજા ટ્રેક પર કોણાર્ક એક્સપ્રેસ આવી રહી હતી. આવી સ્થિતિમાં ટ્રેક પર ઉભેલા લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.શ્રીકાકુલમ પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે છ મૃતદેહોની ઓળખ કરી છે. અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણવા માટે સરકારી રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે.

ટ્રેનમાંથી ધમાડો નીકળતા ઉભી રખાઈ હતી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મૃતક મુસાફરો ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા જ્યારે તેઓએ તેમાંથી ધુમાડો નીકળતો જોયો અને તે દરમિયાન ચેન ખેંચી હતી. ત્યારબાદ તે ટ્રેનમાંથી ઉતરીને પાટા પર ઉભો રહ્યો હતો. એટલામાં જ બીજી ટ્રેન કોણાર્ક એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી અને તેમને કચડી નાખ્યા. ટ્રેન ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમ જઈ રહી હતી.

તમામની ઓળખ કરાઈ
શ્રીકાકુલમ એસપી જી. આર રાધિકાએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં અમને 6 મૃતદેહો મળ્યા છે જે આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ તમામની ઓળખ પણ થઈ ગઈ છે. અત્યારે અમે એ શોધી રહ્યા છીએ કે શું અન્ય લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે.” પોલીસ અને રેલવેની ટીમ આ તપાસમાં લાગેલી છે. હજુ સુધી રેલ્વે ટ્રેક પરથી બીજી કોઈ લાશ મળી નથી. જો આ લોકો ટ્રેક પર ન આવ્યા હોત તો અકસ્માત ન થયો હોત. મૃતકોમાંથી બેની ઓળખ અસમના વતની તરીકે થઈ છે. ઇજાગ્રસ્ત વ્યક્તિ, જેને સારવાર માટે શ્રીકાકુલમ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તે ઓડિશાનો વતની છે.

મુખ્યમંત્રીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ટ્રેનને દુર્ઘટનાથી બચાવવાની પ્રક્રિયામાં 6 લોકોના મોત થયા હતા. તેમણે જિલ્લાનાં તંત્રને રાહત કાર્ય શરૂ કરવા અને ઘાયલોને યોગ્ય તબીબી સુવિધા આપવા જણાવ્યું છે. તેમણે અધિકારીઓને ઘાયલોની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા જણાવ્યું હતું.

Most Popular

To Top