આણંદ : આણંદ શહેરમાં બકરી ઇદની સાંજે ગ્રીડ પાસે આવેલી સોસાયટીમાં કપાયેલા પશુનું માથું કોઇ શખસ ફેંકી દેતાં હિન્દુ સંગઠનમાં રોષ ફેલાયો હતો. જોકે, હજુ પોલીસ કોઇ કાર્યવાહી કરે ત્યાં વધુ બે સ્થળે મૃત પશુના અવશેષો મળી આવતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. આણંદ શહેરમાં ત્રણ સ્થળે મૃત પશુઓના અવશેષો કોઇ શખસો ફેંકી ગયાં હતાં. શહેરની ગ્રીડ ચોકડી પાસે કૃષ્ણકુંજ સોસાયટીમાં ગુરૂવારની સાંજે કોથળામાં કપાયેલા પશનું માથું ફેંકી દીધાના બનાવના બીજા દિવસે પાયોનિયર હાઈસ્કૂલ પાછળની મિસ્ત્રી સોસાયટી તેમજ નાની ખોડિયાર રોડ જેવા હિન્દુ વિસ્તારમાં પશુના મસ્તક, હાડકાં અને અન્ય માસનો કચરો છુટ્ટો ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. આ બનાવની જાણ થતાં હિન્દુ સંગઠનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પગલાં ભરવા ચક્રોગતિમાન કર્યાં છે. બીજી તરફ હિન્દુ સંગઠનોએ આ મુદ્દે આક્રમકતા દાખવી છે અને ગમે ત્યારે આંદોલાત્મક કાર્યક્રમ યોજે તેવી શક્યતા જોવા મળી રહી છે.
આણંદમાં 3 સ્થળે મૃત પશુના અવશેષો ફેંકી દેતાં ઉગ્ર રોષ
By
Posted on