Entertainment

અમેરિકામાં માતાએ એક જ બાળકને ફરી આપ્યો જન્મ!!

યૂ ટ્યૂબર જેડેન એશ્લે તેની ગર્ભાવસ્થા અને પુત્રના જન્મને લઈને સોશ્યલ મીડિયા પર હેડલાઈન્સ બની રહી છે. તાજેતરમાં તેણે તેના પુત્રની તબિયત વિશે દુનિયાને જણાવ્યું, જે જાણીને લોકો અચરજમાં પડી ગયા છે! કારણ કે તેણે તેના બાળકને બે વાર જન્મ આપ્યો છે! આ વિશે જેડેને કહ્યું હતું કે, તેના પુત્રને સ્પાઇના બિફિડા છે અને તેના બચવાની કોઈ આશા નથી. જો કે, તેમને ઓર્લાન્ડો સ્થિત મેડિકલ ટીમ મળી જે ઓપન ફેટલ સર્જરીમાં નિષ્ણાત છે એટલે કે જેઓ બાળકોના જન્મ પહેલાં તેમનાં પર ઓપરેશન કરે છે. ગર્ભની શસ્ત્રક્રિયા! એક એવી જટિલ મેડિકલ ટેક્નિક, જે ગર્ભાશયમાં બાળક (ગર્ભ) પર કરવામાં આવતી પ્રક્રિયા છે, જે ચોક્કસ જન્મજાત ખામીવાળા બાળકોના  સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

અલબત્ત, પોતાનો અનુભવ શેર કરતાં જેડન એશ્લેએ જણાવ્યું કે કેવી રીતે ડૉકટરોએ તેમના પુત્રને ગર્ભાશયમાં પાછું મૂક્યા પછી તેણે ફરીથી પુત્રને જન્મ આપ્યો હતો. જેડેને આગળ જણાવ્યું હતું કે, ઓપન ફેટલ સર્જરી બાદ બાળકને ગર્ભમાં પાછું મૂકવામાં આવ્યું હતું અને 11 અઠવાડિયાં પછી તેનો ફરીથી જન્મ થયો હતો! ખરેખર ગર્ભાવસ્થાના 19મા સપ્તાહમાં બાળકની સ્પાઇના બિફિડા મળી આવી હતી. ડૉક્ટરોએ પહેલા જ કહ્યું હતું કે, બાળક બ્રેઈન ડેડ થઈ જશે.

ત્યાર બાદ જેડન એશ્લે ઓર્લાન્ડોમાં ડૉકટરોની એક ટીમને મળ્યાં, જેઓ અજાત બાળકની પીઠની ન્યુરલ-ટ્યુબની ખામીને ઓપન ફેટલ સર્જરી દ્વારા સુધારી શકે છે. જેડન એશ્લેએ ઓપન ફેટલ સર્જરી માટે સી-સેક્શન કરાવ્યું, બાળકની સ્પિના બિફિડા ખામીને સંપૂર્ણ ક્ષમતામાં સુધારી અને પછી પેટ પાછું સર્જરીથી બંધ કર્યું હતું. ત્યાર બાદ વધુ થોડા મહિના માટે બાળકને ગર્ભમાં રાખવામાં આવ્યું હતું. જેડનનું બાળક આજે જન્મ પછી એકદમ સ્વસ્થ છે. જો કે, આમ કરવાથી ઘણી આડઅસર પણ થાય છે. એમ્નિઅટિક પ્રવાહી, જે ગર્ભાશયમાં બાળકને જીવન આપે છે, તે શસ્ત્રક્રિયા દરમિયાન બહાર નીકળી જાય છે.

જ્યારે આવું થાય છે ત્યારે ડૉક્ટર તે વિસ્તારને ભરી દે છે, ત્યાર બાદ એમ્નિઅટિક પ્રવાહી ત્યાં ફરીથી બને છે. આપણને થાય કે, અજાત બાળક માટે સર્જરી શા માટે જરૂરી છે? ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઑફ ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીના ડિરેક્ટર અને વેલ વિમેન ક્લિનિકના સ્થાપક ડૉ. નુપૂર ગુપ્તાએ જણાવ્યું હતું કે ઓપન ફેટલ સર્જરી એટલે ગર્ભાશયમાં અજાત બાળકની સર્જરી, જેને ગર્ભાશયની સર્જરી પણ કહેવાય છે.

કેટલાક કિસ્સાઓમાં પ્રસૂતિ પછીની સર્જરી કરતાં પ્રિનેટલ સર્જરી ફાયદાકારક સાબિત થાય છે કારણ કે જો સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના અંગ પર તેની ખરાબ અસર પડે છે. સ્પાઇના બિફિડા એક એવી સ્થિતિ છે, જેની સર્જરીમાં વિલંબ થવાથી બાળકના મગજના વિકાસ પર ખરાબ અસર પડે છે. આગળ તેઓ કહે છે કે, આ શસ્ત્રક્રિયા બાળકના જન્મ પહેલાં કરવામાં આવે છે. બાળકની જોખમી જન્મજાત ખામીઓની સારવાર માટે. ઉદાહરણ તરીકે, જો જન્મ પહેલાં બાળકને સ્પાઇના બિફિડા હોવાનું નિદાન થયું હોય તો ઓપન ફેટલ સર્જરી મદદરૂપ સાબિત થાય છે. 

આ સમસ્યા ગર્ભાવસ્થાના પહેલા 3-4 મહિનામાં જોવા મળે છે. લેવલ 1 અલ્ટ્રાસાઉન્ડ આવી સમસ્યાઓ શોધી કાઢે છે. ગર્ભાવસ્થામાં અલ્ટ્રાસાઉન્ડના 2 પ્રકાર છે. લેવલ 1 અને લેવલ 2. લેવલ 1 અલ્ટ્રાસાઉન્ડ ગર્ભાવસ્થાના પહેલા ત્રીજા મહિનામાં એટલે કે ગર્ભાવસ્થાના 12-13 અઠવાડિયાં દરમિયાન કરવામાં આવે છે. આ સમયે મગજ અને કરોડરજ્જુની ખામી સૌથી પહેલાં દેખાય છે. લેવલ 2 અલ્ટ્રાસાઉન્ડ ગર્ભાવસ્થાના 18-20 અઠવાડિયાંની વચ્ચે થાય છે, જેમાં કિડની, લીવર, હૃદય, હાડકાં અને શરીરનાં અન્ય અંગોને લગતી ખામીઓ શોધી કાઢવામાં આવે છે. આ બ્લડ ગ્રુપ ડિસઓર્ડરની સમસ્યામાં કરવામાં આવે છે. આમાં ગર્ભાશયમાં ઉછરી રહેલાં બાળકને બહારથી લોહી આપવામાં આવે છે.

Most Popular

To Top