Madhya Gujarat

આંબા ગામે બે યુવકો તળાવમાં ન્હાવા પડતાં એકનું ડૂબવાથી મોત

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામે બે યુવકો તળાવમાં ન્હાવા પડતાં બે પૈકી એક યુવકનું ડુબી જવાને કારણે મોત નીપજ્યું હતું જ્યારે એક ફાયર ફાયટરના લાશ્કરો તેમજ સ્થાનીક તરવૈયાઓની મદદથી યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. સવારના સમયે ઝાલાદ તાલુકાના આંબા ગામે બે યુવકો નવીખેડી ફળિયામાં આવેલ એક કુવામાં ન્હાવા પડ્યાં હતાં. બંન્ને યુવકો ન્હાવા પડતાંની સાથે તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતાં અને બંન્ને યુવકોએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.

આ અંગેની જાણ ઝાલોદ ફાયર ફાયટરના લાશ્કરોને પણ કરાતાં ફાયર ફાયટરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને ફાયર ફાયટરો તેમજ સ્થાનીક તરવૈયાઓ યુવકને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું જેમાં બે યુવકો પૈકી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે એક યુવક તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં અને પાણી પી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ બંન્ને યુવકોના પરિવારજનોમાં થતાં મૃતક યુવકના પરિવારજનોમાં માતમ સાથે શોકની લાગણી છવા ગઈ હતી.

Most Popular

To Top