વડોદરા : અલકાપુરીના અરૂણોદય સર્કલ પાસેના અર્થ એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂની મહેફીલ પોલીસે રેઇડ કરીને પાર્ટીની રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસને જોઇને મહિલાઓ સહિતાના નબીરાઓનો નશો પણ ઉતરી ગયો હતો. જેમાં પોલીસે બે મહિલા અને 3 પુરુષો સહિત પાંચ ખાનદાની નબીરાઓને ઝડપી પાડ્યા હતા અને 17 હજારનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો. અલકાપુરી વિસ્તારના આવેલી અરૂણોદય સર્કલ પાસેના અર્થ એપાર્ટમેન્ટના રૂમ નંબ 403માં મંગળવારે રાત્રે દારૂની મહેફીલનું આયોજન કરાયું હતું. પાર્ટી માટે અન્ય ચાર લોકોને પણ બહારથી બોલાવી બોલાવવામાં આવ્યા છે. તેવી બાતમી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી જેના આધારે પોલીસે અરૂણોદય એપાર્ટમેન્ટના રૂમ નં.403માં નબીરાઓે જેવી પાર્ટીની શરૂઆત કરતા હતા ત્યારે પોલીસે રેઇડ કરી હતી.
પોલીસને જોઇને એક તબક્કે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પંરતુ દારૂની મહેફીણ માણતા યશ પ્રકાશ અગ્રવાલ (ઉં.વ.22 રહે અર્થે એપાર્ટમેન્ટ, અલકાપુરી), અમન પુષ્પેન્દ્ર જૈન (ઉં.વ.કુંડલા તા.આગ્રા જિ.ફીરોઝાબાદ ઉત્તરપ્રદેશ), સંકેત બાબુલાલ ચામુડીયા ( રહે. વાસણા ડી માર્ટ પાછળ), જાનવી દિનેશ ઉતેરીયા (રહે. ગોન્ડલ રોડ મહુડી ચોકડી રાજકોટ) અને નિકીતા હેમંત વર્મા(રહે. અર્થ એપાર્ટમેન્ટ, અલકાપુરી)ને ઝડપી પાડ્યા હતા. દારૂના નશામાં ચૂર નબીઓનો પોલીસને જોઇને નશો ઉતરી ગયો હતો. પોલીસે બે મહિલા અને પાંચ પૂરુષો મળી 5 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્થળ પરથી દારૂની બોટલો,ચાખણા અને પાંચ મોબાઇલ મળી રૂ.17 હજારનો મુ્દ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.