Vadodara

અકોટામાં મળસ્કે 7 દુકાનોના તાળાં તૂટ્યા

વડોદરા : શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અકોટા ગાય સર્કલ પાસેની સુમન પાર્ક ફ્લેટ એન્ડ ડુપ્લેક્ષમાં રવિવારે મળસ્કે કુલ સાત દુકાનોના તાળા તુટ્યા હતા. એક સાથે સાત-સાત દુકાનોના તાળા તુટ્તા પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. સાત દુકાન પૈકી પાંચમાંથી કુલ મળી રૂ.38 હજાર ઉપરાંતની ચોરી થઈ હતી. જ્યારે બે દુકાનોમાંથી કોઈ પણ ચીજ વસ્તુની ચોરી ન થઈ હોવાનુ જાણવા મળ્યું હતું. આ મામલે ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી ઘરફોડ ચોરી સહિતની કલમો હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા પોલીસ શહેરમાં ચોવીસ કલાક પેટ્રોલીંગ કરતી હોવાના દાવા કરે છે. પરંતુ અકોટા વિસ્તારમાં એક સાથે સાત દુકાનોના તાળા તુટવાના બનાવથી અને રોજે રોજ બનતા ચોરીઓના બનાવોથી સૌ કોઈ જાણી શકે છે કે પોલીસની કામગીરી કેટલી હદે કારગર જઈ રહી છે. ત્યારે અકોટા વિસ્તારમાં એક સાથે સાત દુકાનના તાળા તુટતા વિસ્તારમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. મળતી વિગતો મુજબ, ચંદ્રકાન્ત છગનભાઈ પંચાલ(ઉ.વ.74)(રહે, મંગલમુર્તિ સોસાયટી ગોત્રી) અકોટા ગાય સર્કલ પાસે સુમન પાર્ક ફ્લેટ એન્ડ ડુપ્લેક્ષમાં દુકાન નં-1માં શ્રીજી સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષની દુકાન ધરાવે છે.

તેમની બંધ દુકાનને તસ્કારો નીશાન બનાવી શટર કોઈ સાધન વડે ઉચુ કરી દુકાનમાં પ્રવેશી તેના કાઉન્ટરમાં રાખેલા રૂ.17 હજાર આસપાસ ચોરી કરી ગયા હતા. જ્યારે તેમની બાજુમાં આવેલી દુકાન નં-6 યોગેશભાઈ અગ્રવાલની ગોવર્ધન સ્વીટ એન્ડ ફરસાણની દુકાનના શટરનું તાળુ તોળી રૂ.12 હજારની ચોરી કરવામાં આવી હતી. તે બાદ દુકાન નં-એ/25/1 પ્રિયમ ગાંધીની ખમણ કાઉસ નામની દુકાનમાંથી રૂ.4 હજાર, દુકાન નં-એ/25/2 ધર્મેન્દ્ર વાયનકરની પરમ પાર્લર નામની દુકાનમાંથી રૂ.4 હજાર, દુકાન નં-4 વિજય ધડુકની મોરલીધર ડેરી નામની દુકાનમાંથી રૂ.1500 તથા દુકાન નં.-2-3 ના શટર તસ્કરોએ તોળ્યા હતા. પરંતુ તેમાંથી કોઈ પણ ચીજ વસ્તુ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું ન હતું.

એક સાથે સાત દુકાનમાં તસ્કરો રવિવારે મળસ્કે ત્રાટ્ક્યા હતા. ત્યારે તેના સીસીટીવી ફુતેજ સામે આવ્યા હતા. જેમાં જોઈ શકાય છે કે તસ્કરો મળસ્કે પોણા ત્રણથી ચાર વાગ્યાની આસપાસ દુકાનોમાં ચોરી કરી રહ્યા હતા. તસ્કરોએ કુલ સાત દુકાનોના તાળા તોડ્યા હતા. જે સાત દુકાનો પૈકી પાંચમાંથી કુલ રૂ.38 હજાર ઉપરાંતની ચોરી થઈ હતી. જ્યારે બે દુકાનોમાંથી કોઈ પણ ચીજ વસ્તુઓ ચોરી નહોતી થઈ. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ઘરફોડ ચોરી સહિતની કલમો હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top