GANDHINAGAR : દેશમાં કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે ત્યારે તેનો વિરોધ કરવા માટે કોંગીના નેતા પરેશ ધાનાણીએ અનોખી રીત અપનાવી હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ( PARESH DHANANI) ગઈકાલે રાત્રે અમદાવાદમાં ખોખરા વોર્ડમાં સભાને સંબોધન કરતી વખતે સ્ટેજ પર પાંચથી સાત જેટલા ગેસના બાટલા ગોઠવ્યા હતા. ધાનાણીએ ગેસના બાટલા પર બેસીને સભાને સંબોધન કર્યુ હતું.
ધાનાણીએ ગેસના બાટલા પર બેસીને સભાને સંબોધન કરતાં લોકોનું ધ્યાન તેના પર ગયુ હતું. ધાનાણીએ કહ્યું હતું કે કમળને ભૂલી ન શકાય કારણ કે, ગેસ સિલિન્ડરના ૪૬૦ના ૭૫૦ થયા, માસ્ક ના પહરો તો ૧૦૦૦નો દંડ , ૧૨૦૦નો ઘ રવેરો ૩૬૦૦નો થયો , કોરોનાના નામે નિર્દોષ લોકોને માર્યા , ટ્રફિકના નિયમના નામો રોજ લાખ્ખો રૂપિયા લૂંટાય છે , ૬૮નું પેટ્રોલ ૮૭નું થયુ , ટોલ ટેક્ષના નામે પણ લૂંટ કરાય છે , ફાયર વિભાગ પાસે બે માળ સુધી પહોચી શકાય તેવી સીડી નહોતી .. , કોઈ વિરોધ કરે એટલે તેને દેશદ્રોહી ચિતરવાનો , એટલે કમળને કેવી રીતે ભુલાય. આ તો ભાજપની તાનાશાહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના સંખ્યાબંધ ઉમેદવારોનાં ફોર્મ રદ કરવાનો મામલો બહાર આવ્યો છે. જેમાં બોટાદ અને ગઢડાના કોગ્રેસનાં ૧૪ જેટલા ઉમેદવારોના ફોર્મ રદ થતાં હાઇકોર્ટમાં અરજી થઈ છે. જેના પગલે હાઇકોર્ટે ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે. આ કેસની સુનાવણી 20મી ફેબ્રુઆરીના રોજ થશે.
કોંગ્રેસના ૧૪ ઉમેદવારોના ફોર્મ રદ થવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં અરજદાર તરફથી સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે રજૂઆત કરી હતી કે ઉમેદવારોને સાંભળવાની કોઈપણ તક આપવામાં આવી નથી. ફરજ પરના ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કરતાં પહેલા તેની લેખિતમાં જાણ કરવાની હોય છે, અને જે મુદ્દાઓ ઉપર ફોર્મ રદ કરવામાં આવ્યું હોય તેનો ખુલાસો કરવા એક દિવસનો સમય આપવાનો હોય છે. તેમ છતાં કોઇપણ જાતનો સમય આપ્યા વગર ચૂંટણી અધિકારીએ કાયદાની મર્યાદા ઓળંગીને તે જ દિવસે ફોર્મ રદ કરી દીધા છે, જે ગેરબંધારણીય છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે, અને 19 ફેબ્રુઆરી સુધી જવાબ રજૂ કરવા આદેશ કરી 20મી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી રાખી છે.