સુરત(Surat): છેલ્લા બે વર્ષમાં કોરોના(Corona)એ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે લંગ્સ(Lungs) ડેમેજ(Damage) થાય છે. જો રીકવરી આવે તો દર્દી(Patient) બચી જાય છે પરંતુ લંગ્સ વધુ ડેમેજ થાય તો લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ(Transplant) કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જોકે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થવું સરળ નથી. તેના માટે સરકારની ગાઇડ લાઈનને ફોલો કરવું પડે છે. તેનું વેઇટિંગ હોય છે અને સામે બ્રેઇનડેડ(Braindead) દર્દી હોય તો જ લંગ્સ મળે છે. છેલ્લા દોઢ વર્ષમાં 150 લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ એવા ટ્રાન્સપ્લાન્ટ છે જેમાં દર્દીને કોરોના થયો હોય અને કોરોનાના કારણે તેના લંગ્સ સંપુર્ણ ડેમેજ થયા હોય. હાલમાં પણ દેશમાં આવા પાંચેક પેશન્ટો લંગ્સની રાહ જોઈ રહ્યા છે.
- દોઢ વર્ષમાં 150 લંગ્સ સફળ રીતે ટ્રાન્સફર થયા પરંતુ કમનસીબ સુરતનું પેશન્ટ જ બચ્યું નહીં!
- બીજી તરફ સુરતના બ્રેઈન ડેડ યુવાનનું લંગ્સના પ્રત્યારોપણ બાદ ઈંદોરની કોરોનાગ્રસ્ત મહિલા સ્વસ્થ થઈ ગઈ
- કોરોનાને કારણે લંગ્સ બગડી ગયા બાદ બ્રેઈનડેડના લંગ્સ લઈને નવું જીવન આપવાની જહેમતમાં
ખાસ વાત એ છે કે, 150 પેશન્ટોમાંથી 149 પેશન્ટ સંપુર્ણ સારા થયા છે. માત્ર એક પેશન્ટ એવું છે જેમાં લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ પણ તે પેશન્ટનું અવસાન થયું છે અને તે પેશન્ટ હતું સુરતનું. સુરતના અડાજણ વિસ્તારમાં જોગાણી નગર પાસે શિવમનગરમાં રહેતા 36 વર્ષિય બંટી મહેન્દ્રભાઈ કડીવાલા જુન 2021માં કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની તબિયત લથડતી ગઈ હતી. બંટીના પિતરાઈ ભાઈ જીગ્નેશ કડીવાલાએ જણાવ્યું હતું કે બંટીને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં ખબર પડી કે તેમનામાં લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થાય તો જ તેઓ બચી શકે છે. પરિવાર રોજ લંગ્સના દાનની રાહ જોતા હતા. દાખલ થયાના 45 દિવસ બાદ તેમને લંગ્સ મળ્યું હતું. જોકે ત્યાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો અને ટ્રાન્સપ્લાન્ટના 20 દિવસ બાદ તેમનું અવસાન થયું હતું.
ઇન્દોરની મહિલાનું સફળ ઓપરેશન
બીજી તરફ ઇંદોરની કોરોનાગ્રસ્ત મહિલાને સુરતના બ્રેઇન ડેડ યુવકનું લંગ્સ મળતા તે બચી ગઈ હતી. ઇંદોરમાં રહેતા સંજય બંસલ અને તેમની પત્ની વંદના બંને કોરોનાગ્રસ્ત હતા. તેઓના લંગ્સ સંપુર્ણ ડેમેજ હતા. બંનેને સારવાર માટે ચેન્નાઈની હોસપિટલમાં દાખલ કરાયા હતા. સંજયનું ત્યાં અવસાન થયું પરંતુ 51 વર્ષિય વંદનામાં લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થાય તો તે બચી શકે એમ હતી. તે પણ લંગ્સની રાહ જોતી હતી. દરમિયાન સુરતના પાસોદરાના ઓપેરા પ્રિન્સમાં રહેતા 35 વર્ષિય મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટિયા બ્રેઇન ડેઇડ જાહેર થતા તેમના લંગ્સનું ચેન્નાઈની હોસ્પિટલમાં વંદના બંસલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. હવે વંદના બંસલ સંપુર્ણ સ્વસ્થ છે. આમ સુરતના કોરોના ગ્રસ્ત યુવાનને લંગ્સનું ડોનેશન મળ્યું છતાં તેઓ બચી શક્યા નહતા.
બીજી તરફ સુરતના બ્રેઇન ડેડ યુવકના લંગ્સ ઇંદોરની મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ થયા છે જે હવે સંપુર્ણ સ્વસ્થ છે. સૌથી વધુ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરનાર હૈદરાબાદના ડોક્ટર અપાર જીંદાલે જણાવ્યું હતું કે દેશ ભરના 150 માંથી 90 લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ અમારી ટીમે કર્યા છે. હાલમાં પણ લંગ્સ માટે ઇન્ક્વાયરી આવે છે. જો કે 2021ની તુલનામાં ઓછી છે. સુરતના ડોનેટલાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે સુરતના યુવકના લંગ્સથી ઇંદોરની મહિલાનો જીવ બચ્યો છે. આખી પ્રક્રિયા અમારી સંસ્થાના માધ્યમથી થઈ તેની ખુશી છે.
વંદના બંસલનો ચાર્ટર્ડ ફ્લાઈટનો ખર્ચો બચ્યો
વંદનામાં લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થયા તેજ દિવસે સુરતથી ચેન્નાઈથી ફ્લાઈટ ફરી શરૂ થઈ હતી.તેથી સુરતથી લંગ્સ કમર્શિયલ ફ્લાઈટમાં ચેન્નાઈ મોકલાયું હતું. તેથી વંદના બંસલને ચાર્ટર્ડ ફ્લાઈટનો ખર્ચો કરવો પડ્યો ન હતો.