Madhya Gujarat

પાણીની પાઈપમાં લીકેજ સર્જાતા રોડ બેસી ગયો : રહીશોને ભારે મુશ્કેલી પડતાં હોબાળો

હાલોલ : હાલોલ શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત સમગ્ર નગરમાં ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે કંજરી રોડ પર ખોદકામ દરમિયાન રોડની નીચે દબાવેલી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા, પાણી લીકેજ થવાથી મોટી ગાબડા પડી જવાને પગલે ત્યાંનો મુખ્ય રોડ બેસી જતાં, વિસ્તારના રહિસો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતા.

તેમજ ત્યાંથી પસાર થતાં રાહદારીઓને વાહનચાલકોને બાજુમાં આવેલ સોસાયટીઓમાંથી ડાયવર્ઝન આપવામાં આવેલ હોવાથી છાશવારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાતા રાહદારીઓને વાહનચાલકો સહિત ત્યાં રહેતાં રહિસોએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. તેમજ પાઈપલાઈન લીકેજ થતાં, પાણીનો પણ વેડફાટ થતો હતો.

હાલોલ શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત, નગરમાં ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે, ત્યારે કંજરી રોડ પર કરવામાં આવેલ ખોદકામથી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા, પાણી લીકેજ થવાથી, રોડની નીચેનો માટીનો ભાગ બેસી જતાં, ગાબડાં પડી જવાથી રોડ બેસી ગયો હતો. જેને પગલે વિસ્તારના રહિસોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી.

તેમજ ત્યાંથી  પસાર થતાં વાહનચાલકો ને રાહદારીઓ ને તકલીફના પડે તે માટે તંત્ર દ્વારા આસપાસમાં આવેલ સોસાયટી માંથી અવર જવર કરવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ સોસાયટીઓના રસ્તા સાંકડા અને વાંકાચૂકા હોવાને કારણે આ વિસ્તારમાં છાશવારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે, જેને લઈને અવાર નવાર રાહદારીઓને વાહનચાલકો એકબીજા સાથે ઝઘડા પણ કરી બેસતા હોય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top