ગુજરાતમાં કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.
પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં ર૩,૬૮,૦૦૬ લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સીએમ ભૂપેદ્ર પટેલે આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યાં છે. સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં ૩ કરોડ ૯૬ લાખ ૬૬,૭૧૯ પ્રથમ ડોઝ તેમજ ૧ કરોડ ૬૩ લાખ ૬૮ હજાર પ૯ર બીજો ડોઝ મળી કુલ પ.પ૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 5.57 કરોડની વસતીમાંથી 1,63,68,592ને બંને ડોઝ આપવામાં આવ્યા છે. આમ ગુજરાતની 30 ટકા વસતી સંપૂર્ણ વેક્સિનેટ થઈ ગઈ છે. જ્યારે 81 ટકા વસતીને વેક્સિનનો એક ડોઝ મળી ચૂક્યો છે.
એક જ દિવસમાં ર૩.૬૮ લાખ લોકોનું વેક્સિનેશન થયું
By
Posted on