Health

વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે કોરોનાઃ તારણ

દુનિયામાં કોરોના વાઈરસના ( corona virus) નવા ડેલ્ટા વેરિયેન્ટના ( delta variant) ચેપના વધતા ખતરા વચ્ચે અમેરિકામાં આરોગ્ય નિષ્ણાતોએ રસી ( vaccine) અને માસ્કની ( mask) જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે. અમેરિકાના અનેક રાજ્યોમાં તમામને બિલ્ડિંગ કે ઘરની અંદર પણ માસ્ક પહેરવાની સલાહ અપાઈ રહી છે. 28 જૂને લોસ એન્જલસ કાઉન્ટીએ રસી લેનારા લોકોને પણ માસ્ક પહેરવાનું કહ્યું હતું. આ કાઉન્ટીમાં સંક્રમણના અડધા કેસ ડેલ્ટા વેરિયેન્ટના છે.

સંશોધનોમાં માલુમ પડ્યું છે કે, ભારતમાં સૌથી પહેલા મળેલા ડેલ્ટા વેરિયેન્ટ જૂના સાર્સ-સીઓવી-2 સ્ટ્રેનથી વધુ સંક્રમક અને ઘાતક છે. અમેરિકન બિમારી નિયંત્રણ સેન્ટર (સીડીસી)ના ડિરેક્ટર ડૉ. રોશેલે વાલેંસ્કીએ કહ્યું હતું કે, ડેલ્ટા વેરિયેન્ટને રસી નાકામ કરી શકે છે. એટલે જેમણે રસી નથી લીધી, તેમણે બચાવ માટે માસ્ક પહેરવું જરૂરી છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં સંશોધનોથી માલુમ પડ્યું કે, કોરોના રસી વાઈરસ સામે પૂરતું રક્ષણ આપે છે, પરંતુ રસી લઈ ચૂકેલામાં હલકા લક્ષણો મળ્યાં છે.

આ સાથે સાથે અભ્યાસ પ્રમાણે નેચરલ એનવાયરમેન્ટ કન્ડિશનમાં કોરોના વાયરસ વધુ દૂર સુધી ટ્રાવેલ નથી કરતો, તેમાં પણ જો દર્દીમાં કોઈ લક્ષણો ન હોય તો આ જોખમનું પ્રમાણ વધુ ઘટે છે. જોકે અભ્યાસમાં કોરોનાના ઈનડોર ટ્રાન્સમિશન પર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે. કોરોના બંધ રૂમમાં હવા દ્વારા ફેલાઈ શકે કે નહીં તે જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે અભ્યાસમાં બે પાસાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. પહેલું કે જો રૂમમાં બારીઓ ખોલી દેવામાં આવે તો કોરોના ટ્રાન્સમિશન ઘટાડી શકાય. ફક્ત વેન્ટિલેશન પર ધ્યાન આપવાથી જ જોખમ અડધું થઈ શકે છે.

સ્ટડીમાં બીજું પાસું એ છે કે, બંધ રૂમમાં કોરોના ફેલાવાનું જોખમ ક્યારે વધી શકે છે. અભ્યાસ પ્રમાણે જો બંધ રૂમમાં કોવિડના ( covid) દર્દીઓની સંખ્યા વધારે હોય તો હવા દ્વારા બીજી વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. હકીકતે CSIR દ્વારા કોવિડ અને બિનકોવિડ, આઈસીયુ અને નોન આઈસીયુ રૂમ ( icu room) ની હવાના સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંધ રૂમમાં ઉપસ્થિત કોવિડના દર્દીઓ પર તેનો પ્રયોગ થયો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જો બંધ રૂમમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની ( positive case) સંખ્યા વધારે હોય તો હવા દ્વારા બીજા સુધી સંક્રમણ પહોંચવાની શક્યતા વધુ રહે છે. પરંતુ જો રૂમનું વેન્ટિલેશન યોગ્ય કરી દેવામાં આવે તો તે જોખમ ઘટાડી શકાય છે.

Most Popular

To Top