Vadodara

૨૦૨૫માં દરેક દૂધની આવક ૧૦ લાખ લિટરે પહોંચાડી પાવડર પ્લાન્ટ સ્થપાશે

વડોદરા : સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારના બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પહેલી વાર બરોડા ડેરીની 64 મી સાધારણ સભા મળી હતી. જેમાં 12 એજન્ડા મુકવામાં આવ્યા હતા.૨૦૨૫માં દરેક દૂધની આવક ૧૦ લાખ લિટરે પહોંચાડી પાવડર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ગુજરાતની તમામ ડેરી ભાવફેર વર્ષના અંતે આપે છે એ રીતે જ બરોડા ડેરી આપશે. બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ તથા વાઇસ ચેરમેન જી સોલંકી સહિતના હોદ્દેદારો અને પદાધિકારીઓ જોડાયા હતા.૧૦૬૫ કાર્યરત દૂધ મંડળીઓ પૈકી ૬૬૦ મંડળીઓ સાધરણ સભામાં એ હાજરી આપી.

જેમાં સાધારણ સભામાં 12 એજન્ડા મૂકાયા હતા તેમાં ચર્ચા કરવામાં આવી હતી ડભોઇ, બોડેલી ,ત્રી નેત્ર મંદિર ખાતે વર્ચ્યુલ સાધારણ સભા મળી હતી. જોકે દૂધ ઉત્પાદકો એ કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી અમે કોઈને ભાવ કે નથી ગુણાકારમાં દૈનિક એક લાખ લીટર દૂધ ઓછું આવતું હોવા છતાં પણ એક કિલો ફેટ અને સરેરાશ 685 રૂપિયા ભાવ વર્ષ 2019 -20 માં આપ્યો હતો અને આ વર્ષે પણ એ જ ભાવ આપી રહ્યા છીએ. છેલ્લા ૧૭ મહિનાથી દૂધનું વેચાણ ભાવમાં વધારો થયો ન હતો અને કોરોનાની સ્થિતિમાં દૂધ પણ ઓછું આવ્યું હતું અને સામાજિક રીતે ખર્ચા પણ વધારે થયા છે.

છોટાઉદેપુર સરકારી હોસ્પિટલમાં 52,51 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરી હતી અને બે એમ્બ્યુલન્સ પણ વસાવી છે. ગાયના દૂધનો ખરીદ ભાવ ચૂકવવામાં ડેરી અવ્વલ નંબરે વર્ષનો સરાસરી ભાવ લીટર રૂપિયા 32ને 33 પૈસા. કર્મચારીઓના વારસદારોને 10 લાખ રૂપિયાની મૃત્યુ સહાય આપનારી એકમાત્ર ડેરી. મંડળીના પ્રમુખ મંત્રીઓ માટે પણ મૃત્યુ સહાય યોજના.દેવું કર્યા વગર કરજ લીધા વગર વિકાસ કરતી એક માત્ર ડેરી છે. 100 પૈસાની આવક માંથી ૮૩ પૈસા દૂધ ઉત્પાદકોને ડેરી ચૂકવે છે. વર્ષ 2020-21 માં અંદાજપત્રમાં કરેલા જોગવાઈ માં 239 કરોડ કરતા ખર્ચ 211 કરોડ ઓછો થયો. સભામાં દીનેશ પટેલે ભાવફેર સહિતના તમામ મુદ્દાઓ પર સભાસદોનું સમર્થન મેળવી ગુજરાતની તમામ ડેરી ભાવફેર વર્ષના અંતે આપે છે એ રીતે જ બરોડા ડેરી આપશે.

Most Popular

To Top