Gujarat

વિધાનસભામાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ લવ જેહાદ વિરોધી વિધેયક ફાડી નાંખ્યુ, પાછળથી માફી માગી

GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ ( LOVE JIHAD ) વિરોધી વિધેયક એટલે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ( સુધારા ) વિધેયક રજુ કર્યુ હતું. આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લઈને કોંગ્રેસના સભ્ય ઈમરાન ખેડાવાલાએ આ વિધેયક ફાડી નાખ્યું હતું. જેના પગલે ગૃહમાં હંગામો મચી ગયો હતો. જો કે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોંગ્રેસ ( CONGRESS ) ના સભ્ય ઈમરાન ખેડાવાલા ( IMRAN KHEDAWALA) સામે પગલા ભરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તે વખતે ખેડાવાલાએ પોતોના કૃત્ય બદલમાં ગૃહમાં માફી માંગી લીધી હતી. જેના પગલે તેમની સામે બજેટ સત્રના છેલ્લા દિવસે પગલા ભરવાની દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી.


વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલ ફાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડાવાલાએ કહ્યું હતું કે મુસ્લિમ યુવતી ( MUSLIM LADY ) ઓ વિધર્મી યુવાન સાથે લગ્ન કરે તો તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવતી નથી કાયદો બનાવવો હોય તો સાઉદી અરેબિયા જેવો બનાવો તેવી માગણી પણ કરી હતી. ઇસ્લામ ધર્મ અંગે ગૃહમંત્રીના નિવેદન સામે તેમણે જણાવ્યું હતું કે દેશમાં લાંબા સમય માટે મોગલોએ શાસન કર્યું હતું તો બધા જ મુસ્લિમ થઈ ગયા હોત પરંતુ ભાઈચારો એકતાનો આદેશ છે આ સિવાય મૌલાના આવે ત્યારે બે સાક્ષીઓ સાથે રાખવામાં આવે છે આ સાક્ષી જ્યારે ‘નિકાહ કબૂલ છે’ શબ્દ સાંભળે પછી નિકાહ થાય છે. તમામ કાયદાનું પાલન થાય છે. વિધાનસભા ગૃહમાં બિલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.આ તબક્કે ગૃહ મંત્રી ઊભા થઈને કહ્યું હતું કે છળ કપટ કરીને અમારી દિકરીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને ગૃહમાં બિલ આ કારણોસર લાવવું પડ્યું છે. આ રીતે ગૃહમાં ખેડાવાલાએ બિલ ફાડ્યું છે તે વ્યાજબી નથી અને સભ્ય સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગણી પણ ગૃહરાજ્યમંત્રી દ્વારા અધ્યક્ષ કરવામાં આવી હતી.


રિસેસ બાદ ફરીથી ગૃહમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા સામે પગલા ભરવાની દરખાસ્ત રજુ કરી હતી. અધ્યક્ષ રાજેન્દ્રિ ત્રિવેદીએ પણ કહ્યું હતું કે ચાર રસ્તા પર બિલની હોળી કરવી તે જુદી બાબત છે જ્યારે ગૃહમાં બિલ ફાડ્યું તે ગંભીર કૃત્ય છે. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમને (ખેડાવાલાને) એક તક આપવામાં આવે છે તે પછી જ હું કોઈ પગલા અંગે નિર્ણય લઈશ. અલબત્ત ખેડાવાલાએ વિધેયક ફાડી નાંખવાના મુદ્દે માફી માંગી લીધી હતી. ખેડાવાલાએ પોતાના વર્તન અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. જેના પગલે ખેડાવાલાને ઠપકો આપીને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ખેડાવાલા સામે પગલા ભરવાની દરખાસ્તને પડતી મૂકવામાં આવી હતી.


વિધેયકમાં લવ જેહાદનો ઉલ્લેખ સુદ્ધા નથી : ધાનાણી
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સમગ્ર વિધેયકમાં કયાંય લવ જેહાદ શબ્દનો ઉપયોગ કરાયો નથી. બીજી તરફ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે ‘હું નખશીખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. પરંતુ મુઠ્ઠીભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટીફિકેટ વહેંચવા નીકળ્યા છે. અમને તેનો વિરોધ છે. રાજ્ય સરકાર લવ જેહાદની ઘટનાઓને રોકી શકી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top