ઇસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ની પંજાબ વિધાનસભા(Punjab Assembly )માં આજે હોબાળો થયો હતો. કેટલાક ધારાસભ્યો (MLA) એ ડેપ્યુટી સ્પીકર(Deputy Speaker ) દોસ્ત મુહમ્મદ મજારીને થપ્પડ મારી તેના પર લોટા ફેક્યા હતા. એટલું જ નહીં આ પહેલા ઈમરાન ખાન(Imran Khan)ની પાર્ટી પીટીઆઈ(PTI)ના કેટલાક નેતાઓએ પણ તેમને થપ્પડ મારી દીધા હતી. ડેપ્યુટી સ્પીકર મઝારી પંજાબના મુખ્યમંત્રીની ચૂંટણી માટે બોલાવવામાં આવેલા સત્રની અધ્યક્ષતા કરવા પહોંચ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ પીટીઆઈના કેટલાક ધારાસભ્યોએ પહેલા ડેપ્યુટી સ્પીકર પર લોટા ફેંક્યા અને પછી થપ્પડ મારી દીધી હતી. કેટલાક સાંસદોએ તેમના વાળ પણ ખેંચ્યા હતા. ભારે હોબાળા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
હોબાળા બાદ લાગ્યા લોટા-લોટાનાં નારા
હોબાળા બાદ કેટલાક ધારાસભ્યોએ લોટા-લોટાના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. પંજાબ વિધાનસભાનું સત્ર સ્થાનિક સમય અનુસાર સવારે 11.30 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ હંગામાને કારણે તે થઈ શક્યું ન હતું. તે જ સમયે, આ ઘટના પછી, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા અતાઉલ્લા તરારે લાહોર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલામાં સંજ્ઞાન લેવાની વિનંતી કરી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજા પરવેઝ અશરફ નવા સ્પીકર તરીકે નિયુક્ત
પાકિસ્તાનની સંસદ શનિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજા પરવેઝ અશરફને નવા સ્પીકર તરીકે અને ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે, જેમણે અગાઉની ઇમરાન ખાનની આગેવાનીવાળી સરકારની તરફેણમાં કામ કર્યું હતું. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના 71 વર્ષીય અશરફને આજે ઓફિસના શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતા છે કારણ કે શુક્રવારે બપોરે 12 વાગ્યાની સમયમર્યાદા સુધી તેમની સામે અન્ય કોઈ ઉમેદવારે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું ન હતું.
અસદ કૈસરે રાજીનામું આપ્યું
પદભ્રષ્ટ વડાપ્રધાન ખાન સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણયને અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયા બાદ 9 એપ્રિલે અસદ કૈસરે રાજીનામું આપ્યા પછી અધ્યક્ષનું પદ ખાલી થયું હતું. અશરફ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા છે જેઓ પાકિસ્તાનના વડાપ્રધાન અને વર્તમાન ગઠબંધન સરકારના મુખ્ય સાથી પણ રહી ચૂક્યા છે.