ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) નાં પૂર્વ વડાપ્રધાન (EX Pm) ઇમરાન ખાન (Imran Khan)ફરી એકવાર વિવાદ (Controversy) માં આવ્યા છે. ઇમરાન ખાનની એક સેક્સ ચેટ (Sex Chat) ની કથિત ઓડિયો ક્લિપ (Audio Clip) વાયરલ થઇ છે. જેમાં તે એક મહિલા સાથે અભદ્ર અને અશ્લીલ ભાષામાં વાત કરી રહ્યો છે. આ ઓડિયો કલીપ વાયરલ થતા સમગ્ર વિશ્વમાં હડકંપ મચી જવા પામ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઓડિયો કલીપ પાકિસ્તનાનાં સ્થાનિક પત્રકારે વાયરલ કરી છે. આ વાયરલ થયેલી ઓડિયો કલીપની ગુજરાતમિત્ર પુષ્ટિ કરતું નથી.
પાકિસ્તાનનાં સ્થાનિક પત્રકારે ઓડિયો કલીપ વાયરલ કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈયદ અલી હૈદર નામના સ્થાનિક પાકિસ્તાની પત્રકાર દ્વારા યુટ્યુબ ચેનલ પર કથિત ઓડિયો કલીપ લીક કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લિપ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયની છે. માનવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન જે મહિલા સાથે પહેલા ઓડિયોમાં વાત કરી રહ્યા છે. તે તેમની પાર્ટી પીટીઆઈની મંત્રી છે. આ ઓડિયો જુનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બે કથિત ઓડિયો કલીપ વાયરલ થઇ
ઇમરાન ખાનની બે કથિત સેક્સ ઓડિયો કલીપ વાયરલ થઇ છે. જે પૈકી પહેલી ઓડિયો કલીપમાં મહિલા ઇમરાન ખાનનું નામ લેતી સાંભળી શકાય છે. આ ઓડિયો ઈમરાન કથિત રીતે એવો પણ ઉલ્લેખ કરી રહ્યો છે કે તેના બાળકો તેને મળવા આવી રહ્યા છે. આ ઓડિયો તાજેતરનો હોવાનું માનવામાં આવે છે કારણ કે ઈમરાનના પુત્રો સુલેમાન અને કાસિમ થોડા દિવસો પહેલા પાકિસ્તાન ગયા હતા. ઇમરાન ખાન એક મહિલાને ફરીથી તેની પાસે આવવા માટે કહી રહ્યો છે, જેના પર મહિલા કહે છે કે તે આવી શકશે નહીં. લીક થયેલા ઓડિયોમાં મહિલાને ઈમરાન ખાનનું નામ લેતા સાંભળી શકાય છે જ્યારે તે તેને સમજાવે છે કે તે તેને મળવા નથી આવી શકતી.
પહેલી ઓડિયો કલીપ
ઇમરાન ખાન: તું જલ્દીથી આવી જા.
યુવતી: હું નહિ આવી શકું. તે મારી શું હાલત કરી દીધી, હું ડોક્ટરને બતાવી શકું તેમ નથી.
ઇમરાનખાન: હવે ક્યારે મળશે તું મને? કાલે મળશે?
યુવતી: શું તું કાલે ફ્રી છે?
ઇમરાનખાન: હા, જોઉં છું. આવતી કાલે મારી ફેમીલી અને બાળકો ન આવી જાય..હું ડીલે કરુ છું
યુવતી: મને જણાવજે
આ બાદ ઇમરાન ખાન અને કથિત મહિલા અભદ્ર અને અશ્લીલ ભાષામાં વાત કરી રહ્યા છે. જે અમે તમને જણાવી શકીએ તેમ નથી.
PTI નેતાઓએ કહ્યું – ઓડિયો ફેક છે.
આ સમગ્ર વિવાદ મામલે ઇમરાન ખાનની પાર્ટી PTIનાં નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. પીટીઆઈ નેતા ડો. અરસલાન ખાલિદે કહ્યું હતું કે આ ઓડિયો ફેક છે. જ્યારે પીટીઆઈના એક અન્ય નેતા અઝહર માશવાનીએ પણ ઈમરાન ખાનના ચારિત્ર્ય હનનની કોશિશની નિંદા કરી છે. કહ્યું હતું કે થર્ડ ક્લાસ પોલિટિશિયન એવી હરકત કરે છે.
ઈમરાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો
આ કથિત કોલ ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ ઈમરાન ખાન પર હુમલો થયો હતો. પાકિસ્તાની મહિલા પત્રકાર નૈલા ઈનાયતે ટ્વિટર પર લખ્યું, “કથિત કોલ લીકમાં ઈમરાન ખાન હવે ઈમરાન હાશ્મી બની ગયો છે.” તે જ સમયે, નિવૃત્ત ભારતીય સંરક્ષણ વિશ્લેષક મેજર ગૌરવ આર્યએ પણ આ અંગે ઘોષણા કરી. પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “પાકિસ્તાનના કોઈએ મને સૈયદ અલી હૈદર ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ પરથી એક વીડિયો મોકલ્યો હતો, જે પાકિસ્તાની પત્રકાર ચલાવે છે. કહેવાય છે કે આ ઓડિયો ક્લિપ ઈમરાન ખાનની છે, જેની સાથે 2 મહિલાઓ હતી.”
અગાઉ પણ કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું
આ પહેલા પણ ઈમરાન ખાનનું કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ચૂક્યું છે. ઓક્ટોબરમાં ઈમરાન ખાનનો એક કથિત ઓડિયો સામે આવ્યો હતો, જેમાં તે સંસદમાં અવિશ્વાસ મતથી સાંસદોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેઓ પોતાની સરકાર બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈમરાન ખાન સાથે સંબંધિત અન્ય એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી જેમાં તે માર્ચ 2022માં વોશિંગ્ટનમાં પાકિસ્તાનના રાજદૂત દ્વારા મોકલવામાં આવેલા એક ગુપ્ત સંદેશ વિશે વાત કરતા સાંભળવામાં આવ્યો હતો, જેમાં તેમને સત્તા પરથી હટાવવાની યોજના હતી.