National

ઇમરાન ખાનનો ફરી કાશ્મીર રાગ: યુએન સમક્ષ કરી આ માગણી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેની ટેવથી મજબૂર છે. વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદો ઉછાળી હાંસીના પાત્ર બન્યાં છતાં પણ તેઓ આદત નથી છોડી રહ્યા. હવે ફરી એકવાર તેણે કાશ્મીરનો રાગ ગાઇ રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાને શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે ભારતે છેલ્લા સાત દાયકામાં કાશ્મીરના લોકોનો અવાજ દબાવ્યો છે. પરંતુ પાકિસ્તાન કાશ્મીરની જનતાનું સમર્થન કરશે.

ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીર વિશે સતત અનેક ટ્વીટ્સ કરી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના નિયમો હેઠળ જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર સમાધાન માંગે છે. ફરી એકવાર ભારતને ખોખલી ધમકી આપતા ઇમરાને કહ્યું કે કાશ્મીરની નવી પેઢી પોતાનું યુદ્ધ લડી રહી છે અને પાકિસ્તાન તેમની સાથે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન તેની તરફથી શાંતિ માટે બે પગલા લેવા તૈયાર છે.

જણાવી દઈએ કે ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો અનેક વખત ઉઠાવ્યો છે. તેમણે દેશમાં અને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના ભાષણો દરમિયાન કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમણે દરેક વખતે પીછેહઠ કરવો પડ્યો કારણ કે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તે ચર્ચાનો વિષય નથી.

ઇમરાન ખાને આ ટ્વિટ એવા સમયે કર્યા છે જ્યારે તાજેતરમાં જ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર બાજવાએ તેમના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા. બાજવાએ એક સંબોધનમાં કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આ ક્ષેત્રના તમામ વિવાદો શાંતિપૂર્ણ રીતે હલ કરવા જોઈએ, જેથી મિત્રતાનો હાથ આગળ વધારી શકાય.

શુક્રવારે ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીર વિશે અનેક સતત ટ્વીટ્સ કરી હતી. તેમણે લખ્યું હતું કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના નિયમો હેઠળ જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર સમાધાન માંગે છે.

ઇમરાન ખાને કહ્યું કે, પ્રદેશની સ્થિરતા માટે પાકિસ્તાનની શાંતિની ઇચ્છાને નબળાઇ ન માનવી જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે એક દેશ તરીકેની આપણી શક્તિ અને આત્મવિશ્વાસ છે કે અમે કાશ્મીરી લોકોની કાનૂની આકાંક્ષાઓ પૂરી કરવા માટે બે પગલા આગળ વધારવા તૈયાર છીએ. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે સંબંધોને સામાન્ય બનાવવાની અને અર્થપૂર્ણ વાતચીતનું વાતાવરણ બનાવવાની ભારતની જવાબદારી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top