World

ઈમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, કોર્ટે પૂર્વ પાકિસ્તાની PMની અરજી ફગાવી

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) મુશકેલીઓ સતત વધતી જઈ રહી છે. પોલીસ ધરપકડના વોરન્ટ (Arrest Warrant) સાથે ઈમરાન ખાનના ઘરે પહોંચી હતી. પરંતુ તે પહેલા જ ઈમરાન ખાન ઘરથી ગાયબ થઈ ગયો હતો. ધરપકડથી બચવા ઈમરાન ખાને કોર્ટમાં બિનજામીનપાત્ર રદ્દ (Non-bailable warrant Reject) કરવાની અરજી કરી હતી. જો કે ઈસ્માબાદની એક કોર્ટે તેમના જામીન નામજૂંર કરી બિનજીમીનપાત્ર ધરપકડ વોરન્ટને સમર્થન આપ્યું હતું. તેથી હવે ઈમરાન ખાનના માથા પર ધરપકડની તલવાર લટકી રહી છે. કોઈ પણ સમયે તેની ધરપકડ થઈ શકે છે.

મળતી માહિતી અનુસાર ઈસ્લામાબાદની એક જિલ્લા અદાલતે સોમવારે તોશાખાના કેસમાં પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનના બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટને સમર્થન આપ્યું હતું. ભૂતકાળમાં આ કેસમાં તે સતત ગેરહાજર રહ્યો હતો, અને ત્યારબાદ ગયા અઠવાડિયે બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે તેણે અરજી દાખલ કરી હતી, પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી છે અને તેના બિનજામીનપાત્ર વોરન્ટને યથાવત રાખવામાં આવ્યું છે. આ રીતે ઈમરાન ખાનની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે.

ઈમરાનની બિનજામીનપાત્ર વોરન્ટ રદ કરવાની અરજી ફગાવી દેવામાં આવી
આજે સોમવારે એડિશનલ સેશન્સ જજ ઝફર ઈકબાલે પીટીઆઈ ચીફ દ્વારા તેમના વોરન્ટને રદ કરવાની અરજી પર દલીલો સાંભળી હતી. ત્યાર બાદ બિનજામીનપાત્ર વોરન્ટ યથાવત રાખવામાં આવ્યું હતું. ઈમરાનની બિનજામીનપાત્ર વોરન્ટ રદ કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી.

આ પહેલા ઈમરાન ખાનની ધરપકડને લઈને રવિવાર પાકિસ્તાન માટે કોઈ રાજકીય ડ્રામાથી ઓછો નહોતો. પોલીસ રવિવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરવા પહોંચી હતી. પોલીસ પહોંચ્યા બાદ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકરો ઈમરાન ખાનના ઈસ્લામાબાદના નિવાસસ્થાને એકઠા થયા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, પોલીસે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાનની ધરપકડ કરવાની કોઈ યોજના નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિનજામીનપાત્ર વોરંટ સાથે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરે પહોંચેલી પોલીસ ખાલી હાથે પરત ફરી હતી. ત્યાર બાદ ઈમરાન ખાન થોડા કલાકો બાદ જ દેખાયા હતા. તેમણે લાહોરના જમાન પાર્કમાં પોતાની પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોને સંબોધિત પણ કર્યા હતા.

શું છે તોશાખાના કેસ?
તોશાખાના એ કેબિનેટનો એક વિભાગ છે જ્યાં વિદેશી સરકારો, રાજ્યના વડાઓ અને વિદેશી મહેમાનોની કિંમતી ભેટો રાખવામાં આવે છે. નિયમો હેઠળ, અન્ય દેશોના વડાઓ અથવા મહાનુભાવો પાસેથી મળેલી ભેટો તોશાખાનામાં રાખવી જરૂરી છે. ઈમરાન ખાન 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો પાસેથી મોંઘીદાટ ભેટો મળી હતી. જેમને ઇમરાને તોશાખાનામાં જમા કરાવ્યા હતા. પરંતુ બાદમાં ઈમરાન ખાને તેમને તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદ્યા અને મોટા નફામાં વેચી દીધા હતા.

Most Popular

To Top