બ્રિટનમાં સળિયાઓ વગરની એટલે કે એકંદરે ખુલ્લી બારીઓવાળી કે મુક્ત જેલની શરૂઆત કરવામાં આવી છે. સ્માર્ટ ટેકનોલોજીથી આ જેલ સજ્જ છે. કેદીઓને સુધારવામાં સફળ રહેશે એવી આશા સેવવામાં આવી છે. એકંદરે છૂટા રાખવાનો ખ્યાલ બ્રિટનની આ નવતર જેલમાં વ્યક્ત થયો છે. અપરાધ અને સજા એ માણસજાતનો સદીઓથી ચર્ચાનો વિષય છે. આજે માનવ સમાજ ખૂબ આગળ વધેલો અને સુસંસ્કૃત બનેલો કહેવાય છે. પણ ગુનાખોરી ઘટી નથી. જ્યારે અમેરિકાની આંખે ઊંડીને વળગે એૅવી એક ખાસિયત છે. અહીં તમને દરેક પ્રકારના કન્સલ્ટન્ટમાં માર્ગદર્શક મળી રહે. જિમથી લઈને જેલ સુધી. લથબથ લકઝરીમાં આળોટવા ટેવાયેલાં નબીરા કે નબીરીઓને સળિયા પાછળ કઈ રીતે સમય પસાર કરવો એની મોટી મૂંઝવણ હોય છે. કારાવાસ સલાહકાર જે ઈન્વેસ્ટ બેન્કર તરીકે લેભાગુ સેવિંગ સ્કિમમાં ઘણાં રોકાણકારોને ફસાવ્યાના આરોપસર જેલ જેવું પડયું ત્યાં બીજા એક અપરાધી માઈકલ સેન્ટોસ સાથે ઓળખાણ થઈ, જેલમાંથી બહાર આવીને બંનેએ એમના જેલ અનુભવના આધારે એક કન્સલ્ટન્ટસી કંપની શરૂ કરી જે દૈનિક સામયિકોમાં લાંબી-પહોળી જાહેરખબરો આપી પોતાની સેવા લેવા માટે આર્થિક અપરાધીઓને લલચાવે છે. લવગુરુની જેમજ જેલગુરુ તરીકે જાણીતા નિષ્ણાતોની દુનિયા પણ અલગ છે. જ્યારે આપણે ત્યાં જેલમાં મિત્રતા કેળવી બીજા અપરાધનો પ્લાન કરે પણ ત્યાં કુશળ જેલગુરુ અપરાધીને ઓછો દંડ અને નહીંવત્ સજા અપનાવીને પૈસા વસૂલ સર્વિસ આપે છે. અમુક ટ્રેનર તો કસ્ટડીમાં તમે ક્યાં અનેક વાર હક માંગી શકો એ સુધ્ધાં વિશે પણ તમને અને તમારા વકીલને માહિતગાર રાખે. જેથી રીઢા કેદીઓ કે જેલરની મનમાની કેદખાનામાં ન ચાલે.
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
અપરાધીની સજા જેલ
By
Posted on