નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે (Nirmala Sitharaman) આજે તા. 1 ફેબ્રુઆરી 2023ના રોજ વર્ષ 2023-24 માટે કેન્દ્રીય અંદાજપત્ર (Budget) રજૂ કર્યું. આ સામાન્ય બજેટને નાણામંત્રીએ અમૃતકાલની શરૂઆત ગણાવી છે. મંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બન્યું છે. આ બાજટે પર્સનલ ટેક્સ માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. કરછૂટમાં 3 લાખની મર્યાદા કરાય. ટેક્સ સ્લેબ સાતથી ઘટાડી પાંચ કરાઈ. તેથી હવે 7 લાખ આવક ધરાવતા લોકોએ ટેક્સ ભરવો પડશે નહીં. આ સાથે જ ઘણી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે.
બજેટની હાઈલાઈટ્સ:
- બજેટની શરૂઆતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્તમાન વર્ષ માટે આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ છે
- ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે-નિર્મલા સીતારમણ
- ડિજિટલ લેન-દેનેમાં ભારત આગળ- નિર્મલા સીતારમણ
- ફ્રી ભોજન યોજના આગામી એક વર્ષ સુધી ચાલુ રહેશે-સીતારમણ
- દેશની અર્થતંત્ર નવ વર્ષમાં 10માંથી પાંચમાં સ્થાને પહોંચ્યું-સીતારમણ
- આ બજેટમાં સાત પ્રાથમિકતાઓ રજૂ કરવામાં આવી
- પ્રથમ પ્રાથમિકતા, સબકા સાથ સબકા વિકાસ
- ગ્રીન ગ્રોથ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા
- મધ્યમવર્ગને ઈન્કમટેક્સમાં રાહત, 7 લાખ સુધી હવે ટેક્સ નહીં ભરવો પડે
- પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે
- પીએમ ઓવાસ યોજના ખર્ચમાં 66 ટકા વધારો કરવાની જોગવાઈ
- પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ
- કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે
- આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે
- આગામી 3 વર્ષમાં, સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરતી 740 એકલવ્ય મોડલ
- શાળાઓ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની નિમણૂક કરશે
- દેશમાં 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે
- પીએમ સુરક્ષા યોજના 4-4 યોજના
- PAN ને ઓળખ પત્ર તરીકે માન્યતા
- ગટર સફાઈ મશીન આધારિત હશે
- મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમના પોતાના બોન્ડ લાવી શકશે
- ખેડૂતો માટે યોજના, ખેડૂતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે, ખેતીમાં સ્ટાર્ટપને વેગ મળશે
- કોરોના મહામારી પ્રભાવિત MSME ને રાહત આપે છે
- ‘મેક એઆઈ ઈન ઈન્ડિયા’ અને ‘મેક એઆઈ વર્ક ફોર ઈન્ડિયા’ને પ્રોત્સાહિત કરવામાં આવશે
- પીએમ કૌશવ યોજના -4ની શરૂઆત
- 5G માટે બનાવવામાં આવશે 100 પ્રયોગશાળોઓ
- 1 લાખ પ્રાચીન આર્કાઇવ્સના ડિજિટાઇઝેશનની જાહેરાત
- મહિલા બચત યોજનામાં બે લાખ સુધીના રોકાણની છૂટ
- લદ્દાખમાં રિન્યૂએબલ એનર્જી માટે 20700 કરોડ ફાળવાશે
- યુવાઓને આંતરરાષ્ટ્રિય તકો માટે કુશળ બનાવવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કિલ ઈન્ટરનેશનલ ઈન્ટરનેશનલ સેન્ટર સ્થાપિત કરાશે
- 47 લાખ યુુવાનોને 3 વર્ષ સુધી ભથ્થું આપવામાં આવશે
- RBI એક્ટમાં બદલાવ કરાશે
- વૃદ્ધો માટે બચતની સીમા વધારીને 30 લાખ કરાઈ
- વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ થશે મોંઘી, સિગારેટ બનશે મોંઘી
- રમકડાં, સાઈકલ, ઓટોમોબાઈલ થશે સસ્તાં, મોબાઈ ફોન, કેમેરા લેન્સ થશે સસ્તા
- ગોલ્ડન, સિલિવરની વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારાશે
- ઈલેક્ટ્રિક વ્હીકલ થશે સસ્તા