Gujarat

રાત્રિ કરફ્યૂ અંગે ગુજરાત સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય, આ 8 શહેરોમાં 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે પ્રતિબંધો

અમદાવાદ : ગુજરાત (Gujarat) સરકારે વધતા જતા કોરોના (corona)ના કેસોને ધ્યાનમાં રાખીને રાત્રિ કરફ્યુ (Night curfew) અંગે નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યું યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના કેસામાં વધારો ન નોંધાતા રાત્રિ કરફ્યુ અંગેનો નિર્ણય હળવો રાખ્યો હતો. 10 ડિસેમ્બર સુધી રાજ્યનાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડ્યો હતો.પરંતુ દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતા ફરી એકવાર રાજ્ય સરકાર કડક પગલાં લઈ રહી છે. આજે આઠ શહેરમાં રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે સરકારે ફરી એકવાર રાત્રિ કરફ્યુની મુદત વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

આ સાથે જ ઓમિક્રોન (Omicron)ના ભયને પગલે સરકાર નવી SOP જાહેર કરી શકે છે. જેથી રાજ્યમાં ઓમિક્રોન અંગે સાવધાની રાખી શકાય અને વધતા જતા સંક્રમણને ઘટાડી શકાય. સરકારે ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવ્યો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી રાત્રિ કરફ્યુની ગાઈડલાઈનમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આ ગાઇડલાઇનનું પાલન 31 ડિસેમ્બર સુધી કરાવાનું રહેશે. જો કે સરકાર દ્વારા રેસ્ટોરન્ટ, બાગ-બગીચા, સિનેમા, જીમ, સ્પા, દુકાનો સહિતના મોટેભાગે તમામ છૂટછાટ યથાવત રાખી છે. કોચીંગ સેન્ટરો 50% ક્ષમતા સાથે વાંચનાલય 75%ની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.

હાલ રાજ્યમાં કોરોનાના 70 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. આ દરમિયાન ઓમિક્રોન વેરિયન્ટના 3 કેસ નોંધાયા છે. જેથી સરકાર દ્વારા ફરી એકવાર કડકાઈથી નિયમો લાગુ કરવામાં આવી શકે છે. આ સિવાય લગ્નની સિઝન ચાલતી હોવાથી સરકાર દ્વારા લગ્નમાં 400 માણસની છૂટ આપવામાં આવી છે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પાર્ટલ પર જોગવાઈ અમલી કરવામાં આવી છે. ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ રાજીવ ગુપ્તા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખવુ કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top