Gujarat

ગુજરાતમાં ગણેશોત્સવમાં મૂર્તિની ઊંચાઈ અંગે સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર: મહારાષ્ટ્ર(Maharashtra) બાદ ગુજરાત(Gujarat)માં ગણેશોત્સવ(Ganesh Utsav)ની ધામધૂમ પૂર્વક ઉજવણી(Celebration) કરવામાં આવે છે. દર વર્ષે સુરત(Surat)માં હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. જો કે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના પગલે ઉજવણી ફિક્કી રહી હતી. ૨૦ર૧ના ગણેશોત્સવમાં કોરોનાની સ્થિતીને ધ્યામાં રાખીને જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી આ ઉપરાંત જાહેર સ્થળોએ થતી ગણેશજીની સ્થાપનામાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ગત તા.31 માર્ચ-2022 પછી કોરોનાના કોઈ નિયંત્રણો અમલમાં નથી. જેથી આ વર્ષે ગણેશોત્સવની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય તેવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા માટે ઊંચાઈ સંબંધિત કોઈ નિર્ણય અમલમાં નહિ રહે. તેમજ ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેમના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

કોરોનાકાળ દરમિયાન મૂર્તિકારોને મોટું નુકશાન
સુરતમાં ગણેશોત્સવની તૈયારીઓ તો બે-ત્રણ મહિના અગાઉ જ શરુ થઇ જતી હોય છે અને એમાં પણ ખાસ કરીને આયોજકો શ્રીજીની વિરાટ પ્રતિમા માટે હોડ લગાવતા હોય છે. જો કે કોરોના કાળને લઈ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારનાં નિયમો તેમજ ચોક્કસ ગાઈડલાઈન્સ સાથે જ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. મૂર્તિની ઊંચાઈ અંગે પણ સરકારે નિયમો જાહેર કર્યા હતા જેના પગલે કોરોના કાળ દરમિયાન મૂર્તિકારોને મોટું નુકશાન સહન કરવું પડ્યું હતું. જો કે જો કે હવે સરકારના નિર્ણયના પગલે મૂર્તિકારોને રાહત થશે.

ગણેશોત્સવમાં કરોડો રૂપિયાની કમાણી
સુરતમાં ગણેશોત્સવની ઉજવણી વેપારીને આર્થિક રીતે મોટો લાભ આપે છે. 10 દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણીમાં મૂર્તિકારોથી લઇને મંડપ ડેકોરેટરો, ફૂલહાર, મીઠાઈ તેમજ બેન્ડબાજા સહિતનાં અનેક વેપારીઓને મોટો આર્થિક લાભ થાય છે. આ 10 દિવસ દરમિયાન આ તમામ વેપારીઓને કરોડો રૂપિયાનો આર્થિક લાભ થતો હોય છે. જો કે કોરોના કાળને લઈ આ વેપારીઓને પણ મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો પરંતુ સરકારનાં મહત્વનાં નિર્ણયનાં પગલે તેઓને પણ આ વર્ષે મોટો આર્થિક લાભ થશે.

ગણેશોત્સવને 50 દિવસ જેટલો સમય બાકી
સુરતમાં નવરાત્રી બાદ જો કોઈ તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે તો એ ગણેશોત્સવ છે. દર વર્ષે સુરત શહેરમાં શ્રીજીની 60 હજાર જેટલી નાની-મોટી પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હોય છે. 10 દિવસ સુધી સુરતના શેરી-મહોલ્લા અને સોસાયટીઓમાં ભારે ઉત્સવનો માહોલ જામતો હોય છે. હવે ગણેશોત્સવને 50 દિવસ જેટલો સમય બાકી છે. આગામી 31મી ઓગસ્ટનાં રોજ ગણેશ ચતુર્થી છે. આમ તો મૂર્તિકારોએ મૂર્તિ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. જો કે આ વચ્ચે સરકારનાં મહત્વનાં નિર્ણયનાં પગલે હવે સુરતમાં ગણેશોત્સવની ધૂમ મચી જશે.

Most Popular

To Top