ગુજરાતમાં શિક્ષણના નામે હવે માત્ર મનોરંજન છે. ધર્મમાં ચાલતા કર્મકાંડ બાબતે ગુજરાતી કવિ અખાના છપ્પાને સમજવો હોય તો ગુજરાતનું શિક્ષણજગત જુવો. મેડમ મોન્ટેસરીથી માંડીને ગિજુભાઈ બધેકા સુધીના તમામ શિક્ષણની ચિંતા કરનારા હવે માથું પકડીને બેસી જાય અને એકી અવાજે બોલે કે “મેંને એસા તો નહીં કહા થા” ખુદ મેકોલે આપઘાત કરે જો હાલ ગુજરાતમાં આવે તો.
ગુજરાતમાં શી ખબર કેમ પણ બાળકોને ભણાવનારાં વાલી એટલે કે માતા-પિતા બાળકને પ્રવેશ મળી જાય પછી તદ્દન નિર્લેપ થઇ જાય છે. શિક્ષણના બજારમાં ગ્રાહક જાગૃત હોય તો જ તેને કિંમત ચૂકવ્યાનો લાભ મળે છે. મા બાપે જાગવું જોઈએ, પૂછવું જોઈએ, જાણવું જોઈએ જ્યાં તમારું બાળક ભણે છે ત્યાં ચાલે છે શું? નિર્ણય પરીક્ષાનો હોય, સેમેસ્ટર પદ્ધતિનો હોય કે પાઠ્યક્રમ બદલવાનો. વાલી પણ એક પક્ષકાર છે અને તેનો પણ મત જાણવો જરૂરી છે.
આપણે સમાજવાદી વ્યવસ્થાના એવા આદી થઈ ગયા છીએ કે સરકાર જે કરે તે બરાબર એમ માની લઈએ છીએ પણ બધી વાતમાં સરકાર ના આવે. ઘણી વાર તો સરકારને ખબર પણ નથી હોતી કે વ્યવસ્થામાં ચાલી શું રહ્યું છે. અખાએ જે વાત ધાર્મિક કર્મકાંડમાં કહી હતી તે અત્યારે ગુજરાતના શિક્ષણમાં ચાલે છે. ઉપરથી કહેવાય છે કંઈ અને જમીન પર એનો અમલ થાય છે કંઈ અને સરવાળે ભોગવવાનું આવે છે વિદ્યાર્થીઓ અને દીકરાના ઉજ્વલ ભવિષ્ય માટે જાત તોડી નાંખતાં વાલીઓને.
બન્યું છે એવું કે પહેલાં કોઈ પણ વિચાર વગર ગુજરાતના શિક્ષણમાં સેમેસ્ટર પ્રથા લાગુ કરી દેવાઈ. આપણે આ કોલમમાં અનેક વાર લખી ગયાં છીએ કે સેમેસ્ટર મુજબ ભણાવવું એ એક વ્યવસ્થા છે, સીસ્ટમ છે, તેની આગવી જરૂરિયાતો છે. જ્યાં વિદ્યાર્થી સંખ્યા ઓછી હોય, સંસ્થાઓ સ્વતંત્ર હોય ત્યાં આ પ્રથા ચાલે પણ અહીં તો આખું તંત્ર કડક સાંકળોથી બાંધેલું. કોલેજોમાં એક વર્ગમાં ૧૫૦ થી ૧૮૦ વિદ્યાર્થીઓ, આમના સાત પેપર અને એમની વર્ષમાં બે વાર આંતરિક અને બે વાર ફાઈનલ પરીક્ષા લેવાની.
જે ગેરહાજર રહે તેની રી ટેસ્ટ લેવાની એટલે છ મહિનાના સેમેસ્ટરમાં એક મહિનો વેકેશન બાદ થાય પછી એક મહિનો પ્રવેશ પ્રક્રિયામાં ચાલે, પછી બચે ચાર મહિના, એમાં ત્રણ પરીક્ષા લેવાની. જરા ત્રિરાશી મૂકો. એક યુનિવર્સિટીમાં ચાર લાખ વિદ્યાર્થીઓ હોય, તેમનાં સાત પેપર હોય એટલે અઠ્ઠાવીસ લાખ પેપર દર છ મહિને તપાસવાના. આટલા જ પેપર કોલેજ કક્ષાએ તપાસવાના અને મહિનામાં રીઝલ્ટ આપવાનું હોય તો અધ્યાપકો દર મિનિટે કેટલાં પેપર તપાસે તો આ પરિણામો સમયસર મળે? આ લખનારને જે અનુભવ છે તે મુજબ આપણી કોઈ સમાચાર ચેનલે આપણી યુનિવર્સિટીના મૂલ્યાંકન કેન્દ્રોની મુલાકાત લેવા જેવી છે. કલાકના ૨૦ પેપર તપાસી શકતા પ્રામાણિક અધ્યાપકથી માંડીને કલાકમાં ૧૦૦ ખેંચી નાખ્યાના રેકોર્ડ કરનારા મળી જશે.
મૂલ્યાંકનની વાત તો બાજુએ રહી, આ પરીક્ષાઓને કારણે ચાર ચાર મહિનાના સેમેસ્ટરમાં પૂરું એક મહિનાનું સતત શિક્ષણ ના મળવાની વ્યાપક ફરિયાદો ઊઠી અને સરકારને આમ તો સેમેસ્ટર પ્રથા માટે જ ફરી વિચારવાનું હતું પણ સરકારના અધિકારીઓએ રસ્તો કાઢ્યો કે આંતરિક મૂલ્યાંકન દૂર કરી દો તો શિક્ષણનો સમય વધુ મળશે. આમ તો આંતરિક પરીક્ષા જ રદ કરવાની હતી પણ સરકારે સારા શબ્દોમાં તેને સતત મૂલ્યાંકનનું નામ આપ્યું અને સત્રાંત પરીક્ષા ના લેવા જણાવ્યું પણ સરકાર કહે, એ બધું જમીન પર થોડું થાય છે?
કોલેજોનાં આચાર્યોએ પોતાની બુધ્ધિશક્તિ મુજબ આંતરિક સતત મૂલ્યાંકનનો અર્થ કાઢ્યો. કોઈએ પહેલાં લેતા’તા એમજ પરીક્ષા લેવાનું ચાલુ કર્યું, કોઈએ દર અઠવાડિયે વર્ગખંડમાં જ યુનિટ ટેસ્ટ લેવાનું ચાલુ કર્યું તો કોઈ પરાક્રમી પુરુષોએ જે પરીક્ષા એક વાર લેતા હતા તે જ બે થી ત્રણ વાર લેવાનું શરૂ કર્યું. અત્યારે ગુજરાતના કોલેજ કેમ્પસમાં આ સતત મૂલ્યાંકનનો વાઈરસ સમજણ મુજબ લાગ્યો છે અને શિક્ષણનું સત્યનાશ વળ્યું છે. હવે એન. સી. આર. ટી. ના અભ્યાસક્રમોનો મોહ લાગ્યો છે.
પરીક્ષાઓ પણ હવે કેન્દ્રિત ધોરણે લેવાય છે. એન. સી. આર. ટી. અર્ધા વર્ષે કોર્સ બદલે તો ગુજરાતનું શિક્ષણ ખાતું પણ અડધા વર્ષે કોર્સ બદલે છે. પછી એ કોણ ભણાવશે, ક્યારે ભણાવશે વગેરે વ્યવહારુ પ્રશ્નો વિચારવાના નહિ અને એક અત્યંત મહત્ત્વની વાત. એન. સી. આર. ટી. દરેક ધોરણમાં શું ભણવું તેનું પ્રારૂપ નક્કી કરે છે અને વિજ્ઞાન અને ગણિતમાં આખા દેશમાં એક જ સરખું ભણવી શકાય. ભાષામાં માત્ર માળખું જ એનું સર્વનું હોય. શબ્દ શબ્દ પાઠ નહિ. વિગતે કહું તો નિબંધ, કાવ્ય, નવલકથા, નવલિકા, વ્યાકરણ એ નક્કી હોય પછી નિબંધ કયો? કાવ્ય કયું? એ તો પ્રદેશે પ્રદેશે જૂદું જ હોય? જરા એન. સી. આર. ટી. અને શૈક્ષણિક સંશોધન સંસ્થાનના માર્ગદર્શન તો વાંચવાની ટેવ પાડો!
હવે નવી શિક્ષણ નીતિમાં પ્રેક્ટીકલ જ્ઞાન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સ્કૂલથી માંડીને કોલેજ સુધી ઇન્ટર્નશીપને મહત્ત્વ આપવામાં આવ્યું છે પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થી જે વિષય ભણતો હોય તે જ વિષયમાં તે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવશે. મતલબ કે મેડિકલમાં ભણતો વિદ્યાર્થી જેમ હોસ્પીટલમાં દર્દી તપાસની જાતમાહિતી મેળવે, પત્રકારત્વ ભણતો વિદ્યાર્થી પ્રેસ કે ચેનલમાં જઈને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તેમ દરેક વિષયનો વિદ્યાર્થી પોતાના વિષયનું જ્ઞાન મેળવશે.
હવે ગુજરાત યુનિ.એ વચલો પણ હાસ્યાસ્પદ રસ્તો કરતાં પરિપત્ર થયો કે વિદ્યાર્થી ક્યાંય પણ કામ કરશે તે ઇન્ટર્નશીપ ગણાશે. મતલબ કે ભાષાનો વિદ્યાર્થી પોતાની કરિયાણાની દુકાનમાં કામ કરશે તો પણ તે માન્ય રહેશે એટલે આ તો ખરેખર એવું થયું કે આપણે અખાના છપ્પા ભણવામાં મૂક્યા પણ એમાંથી શીખ્યા કાંઈ નહિ. “આંધળો સસરો ને સરગટ વહુ, કથા સાંભળવા ચાલ્યાં સહુ. કહ્યું કશું અને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું.’’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.