ગાંધીનગર: રાજયમાં હવે ઈમ્પેકટ ફી (Impact fee) કાયદા હેઠળની અરજીઓ (Applications) ઓફ લાઈન પણ સ્વીકારવામાં આવનાર છે. આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨ હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ આવી અરજીઓ ઓફલાઇન પણ સ્વીકારવા માટેની નાગરિકોની મળેલી રજૂઆતોનો પોઝીટીવ પ્રતિસાદ આપતા ભુપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.
